<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

પ્રેરક કાર્ય ...જયમીન ઠાકર દ્વારા સદભાવના વૃધ્‍ધાશ્રમ માટે એક રૂમનું અનુદાન

મ્‍યુ. કોર્પો.ના સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન, તેમના માતા અને પિતા દ્વારા નવા બની રહેલા સદભાવના વૃધ્‍ધાશ્રમ માટે એક રૂમનું અનુદાન આપ્‍યું

રાજકોટઃ અભયદાન એ માત્ર અધ્‍યાત્‍મ નથી, પણ તે માનવજાતને પવિત્ર અને સુખમય બનાવવાનું એક અમૂલ્‍ય સાધન છે. ધર્મના કામ માટે હાથ લંબાવશો તો તમારા હાથ કલ્‍પવળક્ષ સમાન બનશે એવી ભાવના રાખીને રાજકોટ મહાનગરપાલિકાનાં સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે (મો.૯૮૭૯૮ ૦૦૦૦૧) ડો. નવનીતભાઈ ઠાકર અને યોગીનીબેન નવનીતભાઈ ઠાકરના સૌજન્‍યથી (હસ્‍તે જયમીનભાઈ ઠાકર, બિંદીયાબેન ઠાકર, ધ્‍યેય જયમીનભાઈ ઠાકર) દ્વારા રાજકોટમાં જામનગર રોડ, રામપર ખાતે નવા બની રહેલા સદભાવના વળદ્ધાશ્રમ માટે એક રૂમનું અનુદાન આપ્‍યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્‍ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વળધ્‍ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વળધ્‍ધોને, નિયમાનુસાર અને સંસ્‍થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્‍યે આપવામાં આવે છે. વળધ્‍ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વળધ્‍ધો/વ્‍યકિતઓ પાસેથી કોઇપણ ફ્રી, ચાર્જ લેવામાં આવતો નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્‍યે આપવામાં આવે છે.

ગુજરાતનાં સૌથી મોટા આ વળધ્‍ધાશ્રમમાં હાલ ૬૬૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે તેમાંથી ૨૦૦ વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે. ૩૦ એકરની જગ્‍યામાં ૫૦૦૦ વડીલો સમાઈ શકે તે માટે ૧૪૦૦ રૂમવાળું સદભાવના વળદ્ધાશ્રમ રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનાં સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરનાં આ પ્રેરણાદાયી અનુદાનથી વળદ્ધાશ્રમના વિકાસ અને વળદ્ધોના કલ્‍યાણ માટે સારા કાર્યને પ્રોત્‍સાહન મળશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.(

(4:09 PM IST)