<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આવતીકાલે બાય..બાય નવરાત્રી સ્‍પંદન રાસોત્‍સવ

રાજકોટ : શહેર ચૂંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આયોજીત બાય બાય નવરાત્રી  સ્‍પંદ રાસોત્‍સવ-ર૦ર૪ નું જૈન વિઝન ગ્રાઉન્‍ડ આર. કે. વર્લ્‍ડ ટાવરની બાજુમાં, શીતલ પાર્કથી અયોધ્‍યા ચોક તરફ જવાના રસ્‍તે, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે આવતીકાલે તા. ૧પ ને મંગળવાર સાંજના ૬-૩૦ થી ૧૦-૩૦  દરમ્‍યાન રાખવામાં આવેલ છે. છેલ્‍લ ૧૧ વર્ષેથી સમસ્‍ત કોળી સમાજ માટે સમાજના યુવાન ભાઇઓ દ્વારા સ્‍પંદન રાસોત્‍સવનું આયોજન કરવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

સુપ્રસિધ્‍ધ ગાયકો શબ્‍બીરભાઇ  દેખૈયા, કિશોરભાઇ પંચાસરા, અશ્વિનીબેન બંસરી મ્‍યુઝીકલ ગ્રુપ સાથે એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ તથા ચાર હજાર ખેલૈયાઓ ગ્રાઉન્‍ડમાં રાસની રમઝટ બોલાવશે.

આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ શહેરના કોળી સમાજના હરેશભાઇ પરસોડા-એડવોકેટ ભરતભાઇ પંચાસરા, દિપકભાઇ માનસુરીયા, આશિષભાઇ ડાભી, સુભાષભાઇ અઘોલા, વિજયભાઇ મેથાણીયા, દેવભાઇ કોરડીયા,  ચેતનભાઇ મારસુણીયા, ભરતભાઇ બાળોન્‍દ્રા, દેવાંગભાઇ કુકાવા,  રવિભાઇ રાતોજા, ભરતભાઇ ડાભી તેમજ સ્‍પંદન રાસોત્‍સવ સમિતિની ટીમ  જહેમત ઉઠાવી રહી છે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ કુંવરજીભાઇ બાવળીયા કેબીનેટ મંત્રી, ધર્મેશભાઇ જંજવાડીયા, -પ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી, ગુજરાત રાજય ચંદુભાઇ શીહોરા, (સાંસદ સભ્‍ય સુરેન્‍દ્રનગર), બાબુભાઇ ઉધરેજા, (કોર્પોરેટર વોર્ડ નં. ૩), વીરજીભાઇ સનુરા (પુર્વ પ્રમુખ ચું. કોળી સમાજ), પરસોતમભાઇ સોલંકી (રાજયકક્ષાના મંત્રી મત્‍સ્‍ય ઉદ્યોગ), શ્રીમતી નયનાબેન બાળોન્‍દ્રા, (દંડક રાજકોટ જીલ્લા પંચાયત), દિનેશભાઇ પી. મકવણા, (કન્‍વીનર ગુજરાત ચું. કોળી સમાજ) શ્રીમતી કંકુબેન ઉધરેજા (કોર્પોરેટર વોર્ડ નં. ૪) પરસોતમભાઇ સાબરીયા (પૂર્વ ધારાસભ્‍ય), ડો. મહેન્‍દ્રભાઇ મુંજપરા (પૂર્વ કેન્‍દ્રીય મંત્રી), ભરતભાઇ ડાભી (ચેરમેન રાજકોટ તાલુકા પંચાયત), દેવભાઇ ફતેપરા,  (પૂર્વ સંસદ સભ્‍ય), નટુભાઇ કુંવરીયા -ટ્રસ્‍ટી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ-ગુજરાત, મનસુખભાઇ ધામેચા-ઉપપ્રમુખ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ગુજરાત, વિજયભાઇ મેથાણીયા, ગોરધનભાઇ જાખેલીયા, રવિ ઇન્‍ડસ્‍ટ્રીઝ, છોટુભાઇ પરસોડા -મહામંત્રી ચૂંવાળીયા કોળી સમાજ ગુજરાત ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં હરેશભાઇ પરસોંડા, ભરતભાઇ પંચાસરા, દેવાંગભાઇ કુંકાવા, ભરતભાઇ ડાભી, રવિભાઇ રાતોજા, સુભાષભાઇ અઘોલા, નજરે પડે છે.

(4:09 PM IST)