<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

રાજકોટમાં ૨૦ કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન'નું લોકાર્પણ

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસરના રાજકોટ કાર્યાલયનો પ્રારંભ : પાટીદાર સમાજની સંસ્‍થાઓ સામાજીક ક્ષેત્રે સંકલન કરી શક્‍તિનો સરવાળો કરેઃ પુરૂસોતમભાઈ રૂપાલાઃ પાટીદાર સમાજના ઉત્‍કર્ષ માટે રૂા. ૫૦૦ કરોડની ત્રીજી સમળધ્‍ધિ યોજનાઃ જેરામભાઈ વાંસજાળીયા ‘પૈસા' ને ‘વાવી' દાન આપનાર દાતાઓની દિલેરીને બિરદાવતા મૌલેશભાઇ ઉકાણીઃ ઉમિયાધામ સિદસર ખાતે ડીસેમ્‍બર-૨૦૨૪ માં સવા શતાબ્‍દી મહોત્‍સવઃ જયેશભાઈ પટેલ

રાજકોટ તા. ૧૪: કડવા પાટીદાર આસ્‍થાનું કેન્‍દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા થતા સામાજીક સેવાકીય પ્રવળતિઓ માટે રાજકોટ ખાતે રૂા. ૨૦ કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવનઁ નું  દશેરાના દિવસે મુખ્‍યદાતા જીવનભાઈ ગોવાણી ના હસ્‍તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલાએ સમાજ વ્‍યવસ્‍થાઓ તથા પાટીદાર સંસ્‍થાઓની ભૂમીકા અંગે વકતવ્‍ય આપ્‍યું હતું

ઉમિયા માતાજી મંદિર સિદસરના રાજકોટ કાર્યાલય તરીકે આધુનીક સુવિધા સભર રૂા. ૨૦ કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવનઁ નું લોકાર્પણ તથા દાતા સન્‍માન કાર્યક્રમમાં મુખ્‍ય દાતા જેઠીબેન ગોરધનભાઈ ગોવાણી પરિવારના જીવનભાઈ ગોવાણી તથા દિપકભાઈ ગોવાણી, પ્રાર્થનાહોલના દાતા લાભુબેન ડાયાભાઈ ઉકાણી પરિવારના સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, વહીવટી કાર્યાલયના દાતા મગનલાલ મોહનભાઈ ફળદુ (ટોટાવાળા) પરિવાર, શૈક્ષણિક પ્રવળતિ ફલોરના ઓરપેટ ઓમની ઉચ્‍ચ શિક્ષણ સહાયક ટ્રસ્‍ટ-રાજકોટ, ઉતારા ફલોરના દાતા ધનજીભાઈ આણંદજીભાઈ માકાસણા (પૂર્વ ધારાસભ્‍ય), પ્રાર્થના હોલ વિંગ-૫ દાતા સનહાર્ટ ગ્રુપ, મીટીંગ હોલના દાતા સ્‍વ ઠાકશીભાઈ નરશીભાઇ ધમસાણીયા પરિવાર, ટ્રસ્‍ટ ઓફિસના દાતા ફાલ્‍કન ગ્રુપના જગદીશભાઈ કોટડીયા, લીફટના દાતા ભૂપતભાઈ ભાયાણી પરિવાર નું સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

આગામી ડીસેમ્‍બરમાં યોજાનારા શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવ પૂર્વ રાજકોટ ખાતે ઉમાભવનનું લોકાર્પણ અને દાતાઓના સન્‍માન કાર્યક્રમમાં  પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુશોતમભાઇ   રૂપાલા એ વર્તમાન સમયે પાટીદાર સમાજમાં દાતાઓ દ્રારા દાનની વર્ષા થઇ રહી છે જુના જમાનામાં એક રૂપીયાની કીમત ગાડા ના પૈડા જેવી હતી ત્‍યારે પાટીદાર સમાજના સામાજીક વડીલોએ શિક્ષણ ને મહત્‍વ આપી દિકરા-દિકરીઓ માટે છાત્રાલય નિર્માણ કરાવ્‍યા. પરિણામે શિક્ષીત બનેલા પાટીદાર સમાજના એક મોટો વર્ગ પ્રતિશીલ બન્‍યો. સમાજ માટે ચાલતી સંસ્‍થાઓ લાંબા ગાળે સામાજીક ઉત્‍થાનની પ્રવળતિઓ કરી શકે તે માટે ઇડરની બચત બેંકનો દાખલો ટાંકતા શ્રી રૂપાલાએ કહયુ હતુ કે, કળશ યોજના થકી સમગ્ર સૌરાષ્‍ટ્રના બે લાખ પાટીદારોને એક તાંતણે બાંધી ૧ વ્‍યકિત રોજના ૧ રૂપીયાની બચત કરી મોટી સામાજીક પ્રવળતિનું નિર્માણ કરી શકે આવા નાના કામ નિયમિત થાય તો સામાજીક ક્ષેત્રે અલાયદુ પરિણામ આવી શકે પાટીદાર સમાજની સંસ્‍થાઓ સામાજીક કાર્યોનું ‘સંકલનઁ કરી વિવિધ પ્રવળતિઓ ચલાવશે તો શકિત નો સરવાળો થશે. સૌરાષ્‍ટ્રભરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી દિકરા-દિકરીઓ શિક્ષણ માટે રાજકોટ અને અમદાવાદ જઇ રહયા છે ત્‍યારે પાટીદાર સમાજે હાલની છાત્રાલય વ્‍યવસ્‍થાઓ ઉપરાંત જેટલી જરૂર પડે તે પ્રમાણમાં છાત્રાલયોની વ્‍યવસ્‍થા કરી સામાજીક કવચ  પુરૂ પાડવું જોઇએ છાત્રાલયો સમાજના ‘નિયંત્રણઁ માં ચાલે તેવી હિમાયત કરતા શ્રી રૂપાલાએ પાટીદાર સમાજની યુવા પેઢી વ્‍યસનોને તિલાંજલી અર્પે, સંસ્‍કાર સાથે પ્રગતિશીલ અને સુખી સમાજની વ્‍યવસ્‍થા ટકાવી રાખે તેવા કાર્યો સમાજની સંસ્‍થાઓએ કરવા જોઇએ તેમ જણાવ્‍યુ હતુ.

 પ્રાસંગીક ઉદ્‌્‌બોધન કરતા ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્‍યુ હતુ કે આગામી ૨પ થી ૨૮ ડીસેમ્‍બર દરમ્‍યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવની સાથે-સાથે પાટીદાર સમાજના ઉત્‍કર્ષ માટે રૂા. ૫૦૦ કરોડની ત્રીજી સમળધ્‍ધી યોજના અમલી બનાવાય છે જે અંતર્ગત ઉમિયા ધામ સિદસર ખાતે રૂા. ૬૦ કરોડ, રાજકોટના ઇશ્વરીયા ખાતે શૈક્ષણીક પ્રોજેકટ માટે રૂા. ૧૨૫ કરોડ, રાજકોટમાં ગોવાણી કુમાર છાત્રાલયના નવનિર્માણ માટે રૂા. ૪૦ કરોડ તથા અમદાવાદમાં ૧૦૦૦ દિકરા-દિકરીઓ માટે છાત્રાલય નિર્માણ માટે રૂા. ૧૨૫ કરોડના કાર્યો થશે. ૧૦૦ વર્ષ પહેલા પાટીદાર આગેવાનોએ છાત્રાલય - પાટીદાર ભવન શરૂ કરી પાટીદાર સમાજની પ્રગતિના દ્વાર ખોલ્‍યા હતા.

ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ જણાવ્‍યુ હતુ કે, શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવ થકી પાટીદાર સમાજને એક છત્ર હેઠળ લાવી સહીયારા પુરૂષાર્થ થકી સમાજ ઉપયોગી પ્રવળત્તિ ની કેડી કંડારવા આહવાન કર્યુ હતુ. ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ ઁઉમાભવનઁ ના દાતાઓની દિલેરીને બિરદાવતા કહયુ હતુ કે પૈસાના ત્રણ પ્રકાર છે. પૈસા વેડફવા, પૈસા વાપરવા, અને પૈસાને વાવવા આ તમામ માં પૈસાને દાન દ્રારા ઁવાવીઁ સહભાગી થનાર દાતાઓ ઉતમ સમાજ વ્‍યવસ્‍થામાં મદદરૂપ બને છે તેમ જણાવ્‍યુ હતુ.

પાટીદાર સમાજમાં સમળધ્‍ધિ યોજનાના વિચારને ૧૯૯૯ માં અમલી બનાવનાર પૂર્વ કલેકટર અને ઉમિયાધામ સિદસરના ટ્રસ્‍ટી બી.એચ.ધોડાસરા એ સામાજીક, શૈક્ષણીક, આરોગ્‍યલક્ષી, સેવાકીય, પ્રવળત્તિ માટે સમળધ્‍ધિ યોજનાનું મહત્‍વ સમજાવ્‍યુ હતુ, ઉમા ભવનના મુખ્‍યદાતા જીવનભાઈ ગોવાણી એ જણાવ્‍યુ હતુ કે નાનપણમાં માતળશ્રી જેઠીબેન ગોવાણીની શીખ તેમના માટે પ્રેરણારૂપ બની હતી કે ઁકુંવા માંથી જેટલું પાણી ઉલેચશો તેટલું નવું આવશે' બસ ત્‍યારથી જીવનભાઈ તથા ગોવાણી પરિવાર તેમની સંપતિ સમાજ ઉપયોગી કાર્યોમાં દાન કરે છે.

ઉમિયાધામ સિદસરના મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ એ લોકાર્પણ તથા દાતા સન્‍માન સમારોહમાં સ્‍વાગત પ્રવચનમાં ડીસેમ્‍બર-૨૦૨૪, માં ઉમિયાધામ ખાતે યોજાનારા સવા શતાબ્‍દી મહોત્‍સવની માહીતી આપી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચીમનભાઈ શાપરીયા, અરવિંદભાઈ પટેલ, નંદલાલભાઈ માંડવીયા, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્‍ટી કૌશીકભાઈ રાબડીયા, તથા આભારવિધિ ટ્રસ્‍ટી રમેશભાઈ રાણીપા એ કરી સમગ્ર કાર્યક્રમ વ્‍યવસ્‍થા ઉમિયા પરિવાર મહિલા સંગઠન પ્રમુખ સરોજબેન મારડીયા, વિજયભાઈ ડઢાણીયા, અતુલભાઈ જીવાણી, મનસુખભાઈ કાલરીયા, ઓધવજીભાઈ ભોરણીયા, બ્રિજેશ રોજીવાડીયા, અતુલ દેત્રોજા, પીયુષ સીતાપરા સહીતની ટીમે સંભાળી હતી.

(4:10 PM IST)