<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ભારત વિકાસ પરીષદની આઠેય શાખાઓના સભ્‍યો માટે આવતીકાલે શરદોત્‍સવનું આયોજન

રાજકોટઃ ભારત વિકાસ પરિષદ-રાજકોટ મહાનગરની આઠ શાખાઓ આનંદનગર રણછોડનગર, નટરાજ નગર, અયોધ્‍યા મવડી શાખા, શ્રી રણછોડનગર શાખા અને રામકૃષ્‍ણનગર શાખા દ્વારા નવરાત્રીને વિદાય આપવા અને શરદઋતુને સત્‍કારમાં દ્વિતીય ભવ્‍ય શરદોત્‍સવ ૨૦૨૪નું આયોજન તા. ૧૫ ને મંગળવારે સાંજે ૭ થી ૧૧ રાધે રાસ મહોત્‍સવ નાના મૌવા સર્કલ, શાષાીનગર રોડ, રામ-મસાલા માર્કેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના રિજીયોજન જનરલ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયા, રિજીયોજન જનરલ જોઇન્‍ટ સેક્રેટરી પ્રફુલભાઇ ગોસ્‍વામી, રિજીયોજનલ સેક્રેટરી નરેન્‍દ્રભાઇ ભાડલીયા, જેઠસુરભાઇ ગુજરીયા, ધર્મેશભાઇ રાજપરા, રવિન્‍દ્રભાઇ ત્રિવેદી તેમજ સૌરાષ્‍ટ્ર કચ્‍છ પ્રાંતના પ્રમુખ દીપેનભાઇ પંડયા, મહાસવિચ સંજયભાઇ કોટક, ડો.એન.જે.મેઘાણી, સહસચિવ દિવ્‍યેશભાઇ સતાસિયા, સંગઠનમંત્રી કરશનભાઇ મેતા, મહિલા સહભાગીતા શ્રીમતી શોભનાબેન ભાડલીયા તથા મુખ્‍ય અતિથિ તરીકે ઉદયભાઇ કાનગડ-ધારાસભ્‍ય, રમેશભાઇ ટીલાળા, -ધારાસભ્‍ય, ડો.વલ્લભભાઇ કથિરિયા પૂર્વ કેબિનેટ મંત્રી,, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન જૈમિનભાઇ ઠાકર, સદભાવના વૃધ્‍ધાશ્રમના વિજયભાઇ ડોબરિયા તથા સેન્‍ડી હોમ એપ્‍લાઇઝના હરિસિંગ સુચારિયા, વિનોદભાઇ તથા ડોલીબેન લાઠીયા, પ્રફુલભાઇ તથા શોભનાબેન ગોસ્‍વામી, કનકભાઇ વ્‍યાસ, ગિરિરાજ હોસ્‍પિટલના ચેરમેન રમેશભાઇ ઠક્કર, અજીતસિંહ જાડેજા, પ્રીતિબેન પટેલ ઉપસ્‍થિત રહેશે.

 કાર્યક્રમની શરૂઆત ભારતમાતા-સ્‍વામી વિવેકાનંદ અને માતાજી સમક્ષ દીપ પ્રાગટય કરીને કરવામાં આવશે. ત્‍યારબાદ મહાઆરતી થશે. વંદે માતરમ ગાનથી આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવશે.

૧૨૦૦ જેટલા ખેલૈયાઓ એક લાખ વોલ્‍ટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સમાં નવરાત્રીનો આનંદ માણી શકશે. મેદાનમાં બે હજાર વાર જગ્‍યામાં ટુ લેયર કાર્પેટ લગાડવામાં આવેલે છે. વિવિધ કેટેગરીમાં ઇનામો અપાશે. તમામ સ્‍પર્ધકોને ઇનામો સેન્‍ડી હોમ એપ્‍લાઇઝ જગજીતસિંહ સુચારીયા તરફથી અપાશે. આ કાર્યક્રમ યુ-ટયુબ લાઇવ પ્રસારિત થનાર છે તેની જવાબદારી ચિરાગભાઇ ગોસ્‍વામી તથા ચિતનભાઇ ગોસ્‍વામીએ સંભાળેલ છે.

રાજકોટ શહેરની બીવીપીની આઠ બ્રાંચના પ્રમુખ રમેશભાઇ દત્તા, કિરીટભાઇ મૈયડ, મહેશભાઇ તળાવીયા, ભરતભાઇ લીંબાસીયા, રમેશભાઇ લાઠીયા, મનોજભાઇ પુરોહિત, વિનોદભાઇ પેઢડીયા અને જયંતભાઇ દુધાત્રા તેમજ મંત્રીશ્રીઓ સર્વ શ્રી વિજયભાઇ કુંભારવાડીયા, દિવ્‍યેશભાઇ સતાસિયા, રમેશભાઇ પંચાસરા, મલકેશભાઇ પરમાર, પ્રવીણભાઇ વસોયા, અશોકભાઇ કક્કડ, શાંતિગિરિ ગોસાઇ, કાંતિભાઇ બગડા તેમજ ટ્રેઝેરર શ્રી સુખદેવભાઇ અગ્રાવત, ધીરેનભાઇ મેંદપરા, ચેતનભાઇ ટાંક, દિલીપભાઇ પુજારા, પ્રવીણભાઇ ગરસર, જીતેશગીરી ગોસ્‍વામી, મહેશભાઇ મિયાત્રા, સંદીપભાઇ હાંસલિયા તથા ગોપાલભાઇ પટેલ, હેમંતસિંહજી ડોડીયા, દિપકગિરિ ગોસ્‍વામી,  અરવિંદગિરિ ગોસ્‍વામી, રમેશભાઇ દુધાત, શ્રીમતી ડોલીબહેન લાઠીયા તથા શોભનાબે ન ગોસ્‍વામીના માર્ગદર્શનમાં તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

કાર્યક્રમનું સંચાલન જીતેન્‍દ્રભાઇ મહેતા અને કિરીટભાઇ મૈયડ કરવાના

 છે. તેમ પ્રફુલગિરિ ગોસ્‍વામીની યાદી જણાવે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:29 PM IST)