News of Monday, 14th October 2024
ભીલ સમાજ દ્વારા ગુરૂવારે દાંડીયારાસ
સતત ત્રીજા વર્ષે આયોજનઃ ૪ હજાર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે

રાજકોટઃ ભીલ સમાજ દ્વારા રાજકોટ શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજ માટે એક દિવસીય દાંડિયા રાસનું આયોજન તા. ૧૭ના ગુરૂવારે સાંજે ૭ વાગ્યાથી સનાતન ગરબા ગ્રાઉન્ડ શીતલપાર્કની સામે આર.કે.વર્લ્ડ ટાવર પાસે રાખેલ છે. જેમાં ભીલ સમાજના ખેલૈયાઓ સાઉન્ડ સિસ્ટમ્સ, ઓરકેસ્ટ્રા, લાઇટિંગ, ડી.જે. સાથે પારિવારિક માહોલમાં ગરબાના રંગે રંગાશે. સતત ત્રીજા વર્ષે આયોજીત આ રાસોત્સવમાં ભીલ સમાજના ચાર હજાર ખેલૈયાઓ રાસ ગરબારની રમઝટ બોલાવશે. આયોજનને સફળ બનાવવા માટે આયોજકો દર્શનભાઇ ભીલ, જયભાઇ રાઠોડ, સિધ્ધરાજભાઇ રાઠોડ, મનોજભાઇ દુબલ, જીતેન્દ્રભાઇ વાઘેલા, ભાવનાબેન લીડીયા, સંજયભાઇ રાઠોડ, અમિતભાઇ ચૌહાણ, વિશાલભાઇ પરમાર, વિરેનભાઇ રાઠોડ તેમજ ભીલપંચના ટ્રસ્ટીઓ રાજકોટ ભીલ પંચના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:31 PM IST)










