News of Monday, 14th October 2024
બુધવારે સમસ્ત કોળી સમાજના રાસોત્સવ
કિંગ અને કિવન બન્નેને રૂા. ૫૫૫૫ ચિલ્ડ્રન કિંગ અને કિવન વિજેતાને રૂા. ૧,૧૧૧ રોકડ, ટ્રોફી સહિતના ઇનામોથી નવાજાશે

રાજકોટઃ કોળી ઠાકોર સેના દ્વારા તા. ૧૬ બુધવારે સાંજે ૭ વાગ્યાથી ચુંવાળીયા, તળપદા, ઘેડીયા સમસ્ત કોળી જ્ઞાતિના સમુહ રાસોત્સવનું સનાતન નવરાત્રી મહોત્સવ ગ્રાઉન્ડ, શિતલપાર્ક, આર.કે. વર્લ્ડ ટાવર પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. કોળી ઠાકોર સેના રાસોત્સવમાં નામી અનામી ફિલ્મી કલાકારો, નિર્માતાઓ, ટીક-ટોક સ્ટાર, કોમેડી સ્ટાર, યુ-ટયુબર્સ તેમજ ગાયક કલાકારો સાથે મળીને રાસોત્સવમાં રંગ જમાવશે. પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સરપ્રાઇઝ ગીફટ અને રોકડ ઇનામ આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઇ ઠાકોર, કલ્પેશભાઇ બાવરીયા, ધીરૂભાઇ ધોળકીયા (પાસ માટે સંપર્ક કરો. ૭૯૮૪૫ ૯૪૪૨૪, ૮૦૦૦૦ ૦૦૧૧૮), મીનાબેન જાદવ, પ્રવિણાબેન રાઠોડ, સંજયભાઇ ડેરવાડીયા, ભરતભાઇ ચણીયારા, અલ્પેશભાઇ પરેશા, હિતેષભાઇ એંધાણી, હિતેષભાઇ અગેચણીયા, દિવ્યરાજભાઇ તંબોલીયા, મહેશભાઇ મકવાણા, હિતેષભાઇ રાઠોડ, મહેશભાઇ ડેરવાડીયા, ભરતભાઇ મકવાણા, ભાવેશભાઇ સોલંકી, શિલ્પાબેન રાઠોડ, ભારતીબેન રોજાસરા, અનસુયાબેન ધોળકીયા તેમજ યુવા હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. આ રાસોત્સવના પાસ તે દિવસ સ્થળ પરથી પણ મળશે. તેમ અખબારી યાદીમાં જણાવેલ છે. તસ્વીરમાં જયેશભાઇ ઠાકોર, કલ્પેશભાઇ બાવરીયા, ધીરૂભાઇ ધોળકીયા, મીનાબેન જાદવ, પ્રવિણાબેન રાઠોડ, સંજયભાઇ ડેરવાડીયા, મહેશભાઇ ડેરવાડીયા, ઉદયભાઇ મેંઘાણી, હિતેષભાઇ એંધાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:31 PM IST)










