<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

કે.બી.સી.માં આજે રાજકોટના માનસીબેન લહેરૂ (ખીરા) હોટસીટ સંભાળશે : સોની ટી.વી.પર લાઇવ પ્રસારણ

ન્‍યુએરા સ્‍કુલ ખાતે પ્રોજેકટરની મદદથી લાઇવ શો નિહાળવા ખાસ વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૧૪ : રાજકોટના માનસીબેન લહેરૂ (ખીરા)એ કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઇ સારી એવી રકમ જીતી બતાવી હતી. આજે તા. ૧૪ ના રાત્રે ૯ વાગ્‍યે સોની ટી.વી. અને સોની લીવ એપ પર રજુ નથાર આ એપીસોડ નિહાળવા સૌ કોઇ આતુર બન્‍યા છે. અમિતાભ બચ્‍ચન સામે હોટ સીટમાં બેસનાર માનસીબેન રાજકોટના છે અને ન્‍યુએરા સ્‍કુલમાં અભ્‍યાસ કરી ચુકયા છે. તેઓ જગદીશભાઇ શાષાીના ભાણેજ અને પ્રકાશભાઇ તથા વર્ષાબેનના પુત્રી થાય છે. ઉર્વીશભાઇના બહેન તેમજ સ્‍ટડી સ્‍ટુડીયો કલાસીસના સંચાલક અને કોચીંગ કલાસીસ એસોસીએશનના મહાસચિવ જતીનભાઇ લહેરૂ (મો.૯૧૫૭૩ ૭૦૭૮૧)ના ધર્મપત્‍નિ થાય છે. તેમનો આ એપીસોડ નિહાળવા ન્‍યુએરા સ્‍કુલ ખાતે અજયભાઇ પટેલ દ્વારા પ્રોજેકટર ઉપર લાઇવ બતાવવા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

(4:37 PM IST)