તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
૨૫% સ્તન કેન્સર ૫૦ વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે : ડો. દિવ્યા સિંઘ
મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનું સચોટ નિદાન થઇ શકે : ડો.નિશા ઘોડાસરા

રાજકોટ : સ્તન કેન્સર એ ભારતીય મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતુ કેન્સર છે. જેના આંકડા પ્રતિદિન વધી રહ્યા છે. ભારતમાં દર ૪ મિનિટે એકસ્ત્રીમાં સ્તન કેન્સરનું નિદાન થાય છે જયારે દર ૧૩ મિનિટે એકસ્ત્રી સ્તન કેન્સરથી મળત્યુ પામે છે, જે અત્યંત ચિંતાજનક વિષય છે.આથી જ ઓકટોબર મહિનાને વિશ્વસ્તરે ‘‘સ્તન કેન્સર જાગળતિ માસ'' તરીકે ઉજવવામાં આવે છે, જેથી આ કેન્સર માટે જવાબદાર પરિબળો વિશે જન જાગળતી કેળવીને તેને થતું અટકાવી શકાય તેમજ શરૂઆતના સ્ટેજમાં નિદાનની ‘‘સ્ક્રીનીંગ'' પધ્ધતીઓના બહોળા પ્રચારથી તેને વહેલી સારવાર આપી દર્દીને કેન્સરમુકત કરી શકાય છે.
રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટયુટ) ઓન્કો રેડીયોલોજીસ્ટ ડો.દિવ્યા સિંઘએ જણાવેલ કે સ્તન કેન્સર સામાન્ય રીતે ૫૦-૬૦ વર્ષનીસ્ત્રીઓમાં જોવા મળે છે. પરંતુ તે નાની વયનીસ્ત્રીઓમાં તેમજ પુરૂષોમાં પણ થઈ શકે છે. આ માટે જવાબદાર કારણોમાં મુખ્યત્વે મોટી ઉંમરે માતળત્વ, બાળકોને સ્તનપાન ના કરાવવુ, મેદસ્વિતા, બિન આરાગ્યપ્રદ ખોરાક, ઉંઘનો અભાવ, બેઠાળુ જીવન, અમુક અંતઃષાાવી દવાઓનો ઉપયોગ, ધુમ્રપાન કે દારૂનુ સેવન તેમજ આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે.
સ્તન કેન્સરની સ્ક્રીનીંગ પધ્ધતીઓ, કે જે રોગના લક્ષણ રહિત વ્યકિતઓમાં ખુબ શરૂઆતના સ્ટેજમાં કેન્સરનું નિદાન શકય બનાવે છે. તેમાં સ્તન સ્વ. પરિક્ષણ, સમયાંતરે તબીબી પરિક્ષણ,તથા મેમોગ્રાફીનો સમાવેશ થાય છે તથા સારવારની પધ્ધતીમાં મુખ્યત્વે સર્જરી, રેડિયોથેરાપી અને સિસ્ટેમીક થેરાપી (કીમોથેરાપી, ઈમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી)નો સમાવેશ થાય છે. ૪૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓએ વર્ષે એક વાર મેમોગ્રાફી તપાસ કરાવવી જોઈએ.
રાજકોટ કેન્સર સોસાયટીના ઓન્કો રેડીયોલોજીસ્ટ ડો. નિશા ઘોડાસરાએ એ જણાવેલ હતુ કે સ્તનમાં જે ગાંઠો થાય છે તેમાંથી ૮૦% ગાંઠો બીન કેન્સરયુકત હોય છે, તેમાં સાદી ગાંઠો અને કેન્સરયુક્ત ગાંઠો જોવા મળે છે,
જો સ્તન કેન્સરનું વહેલું નિદાન થાય અને તેની સારવાર કરવામાં આવે તો મળત્યુ થવાની શકયતાઓ ઓછી થાય છે અને દર્દીનું જીવન બચાવી શકાય છે.
જો શરૂઆતી તબકકામાં જ તેનું યોગ્ય નિદાન અને સારવાર કરવામાં આવે તો તેને વધવાથી અટકાવી શકાય છે.
(4:46 PM IST)










