News of Monday, 14th October 2024
શહેરમાં નવરાત્રીમાં ૫૮ કરોડનાં ૨૯૬૬ વાહનોનું ધૂમ વેચાણ
નવ દિ'માં મનપાની તિજોરીમાં વાહન વેરાના ૧.૧૬ કરોડ ઠલવાયા ૨૪૮૬ ટુ વ્હીલર, ૧૭૧ પેટ્રોલ-ડીઝલ કાર તથા ૧૩૩ સીએનજી કાર સહિતના વાહનો વેચાયા : ગત વર્ષ કરતા ૭૦૦ વધુ વાહનો વેચાયા

રાજકોટ,તા.૧૪: શહેરમાં સામાન્ય દિવસો કરતા તહેવારો, સારા દિવસોમાં લોકો વાહનો છોડાવતા હોય છે ત્યારે આ વર્ષે નવરાત્રીના પાવન પર્વમાં ૫૮ કરોડના ૨૯૬૬ ટુ વ્હીલરથી ૬ વ્હીલર સુધીના વાહનનું વેંચાણ થતા મ્યુનિ.કોર્પોરેશનને વાહન વેરાની રૂા.૧.૧૬ કરોડની આવક થવા પામી હતી. ગત વર્ષે નવરાત્રીના દિવસો કરતા આ વર્ષે વધુ વાહનો વધુ વેંચતા તંત્રને લાખોની આવકમાં વધારો થયો છે.
આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં નવરનત્રી તહેવારના શુભ દિવસોમાં એટલે કે તા.૩ ઓકટોબરથી તા.૧૨ ઓકટોબર સુધીમાં કુલ ૨૯૬૬ વાહનો વેચાયા છે. જેમાં ટુ વ્હીલર ૨૪૮૬ (ડીઝલ, પેટ્રોલ)ના રૂા. ૩૫ લાખ તથા થ્રી વ્હીલર ૧૩૦ (ડઝલ, પેટ્રોલ, સીએનજી)ના રૂા.૪ લાખ તેમજ ફોર વ્હીલર સીએનજી સહિત(કાર) ૩૦૪ના રૂા. ૧.૦૨ કરોડથી વધુનો વાહન વેરાનો સમાવેશ થાય છે.
ગત વર્ષે ૨૨૦૦
વાહનો વેંચાયા
ગત વર્ષે નવરાત્રીના તહેવારોના દિવસોમાં ટુ વ્હીલરથી ફોર વ્હીલર સુધીના ૬૧ કરોડના ૨૨૦૦ વાહનોવેંચાણ થતા મનપા તંત્રને વાહન વેરાની ૧.૧૬ લાખની આવક થવા પામી હતી.
આમ વાહન ડિલરોને નવરાત્રી ફળી છે. જયારે હવે સતત એક જ મહિનામાં બીજીવાર તહેવારો આવતા હોય દિવાળીની તૈયારીમાં લાગી ગયા છે

(4:41 PM IST)










