તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
મવડી સોરઠીયા પાર્કના કારખાનેદાર યુવાન અંકિત કમાણીનો આજીડેમમાં કૂદી આપઘાત
સોમવારે ઘરેથી નીકળી ગયા બાદ ડેમમાં પડી રહ્યાનો પિતાને મેસેજ કર્યો હતો માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૧૬: મવડી ગામમાં રહેતો યુવાન સોમવારે ઘરેથી નીકળ્યા બાદ પરત નહિ આવતાં પરિવારજનોએ આકુળ વ્યાકુળ બની તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેણે પોતે આજીડેમમાં પડી રહ્યો હોવાનો પિતાને મેસેજ કરતાં પરિવારજનો ત્યાં પહોંચ્યા હતાં અને શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ગત સાંજે આ યુવાનનો આજીડેમમાંથી મૃતદેહ મળી આવતાં કલ્પાંત સર્જાયો હતો.
આજીડેમમાં જૈન દેરાસર સામે એક વ્યક્તિ પાણીમાં પડી ગયાની જાણ વિજયભાઇ નામની વ્યક્તિએ કરતાં ફાયર બ્રિગેડના નિઝામભાઇ, ચંદુભાઇ, સહદેવભાઇ, મહેન્દ્રસિંહ, ભાવેશભાઇ, વૈભવભાઇ, પ્રતાપભાઇ સહિતે પહોંચી યુવાનને બેભાન હાલતમાં બહાર કાઢયો હતો. ૧૦૮ના તબિબે તેને મૃત જાહેર કરતાં આજીડેમ પોલીસને જાણ થતાં એએસઆઇ મહેશભાઇ, હરપાલસિંહ સોલંકી સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.
મૃતકનું નામ અંકિત ગોબરભાઇ કમાણી (ઉ.વ.૩૦) હોવાનું અને તેન મવડી ગામ બાપા સિતારામ ચોક સોરઠીયા પર્કામાં રહેતો હોવાનું ખુલ્યું હતું. તે બે ભાઇમાં નાનો હતો અને સંતાનમાં બે માસનો પુત્ર છે. અંકિત મોટા ભાઇ સાથે કારખાનુ ચલાવતો હતો. સોમવારે તે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતાં શોધખોળ શરૂ થઇ હતી. એ દરમિયાન તેણે પિતાને પોતે આજીડેમમાં પડી રહ્યો છે તેવો મેસેજ કરતાં પરિવારજો ત્યાં પહોંચતા તેનું એક્ટીાવ મળ્યું હતું. બાદમાં તેનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો હતો. યુવાને આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યુ? કે પછી અન્ય કારણોસર? તે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(12:25 PM IST)










