News of Wednesday, 16th October 2024
સિવિલ હોસ્પિટલ બ્રીજ નીચે ઇકોમાં મુસાફર ભરવા મામલે પારેવડાના હેમતભાઇ પર હુમલો
અન્ય ઇકોચાલક રાજુ સોહલા અને અજાણ્યાએ લાકડી, પાઇપથી માર માર્યોઃ તેના પુત્ર વિવેકને ગાળો ભાંડીઃ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૬: શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ટ્રાએન્ગલ બ્રીજ નીચે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે રાજકોટના પારેવડા ગામના હેમતભાઇ કેશવદાસ ગોંડલીયા (ઉ.વ.૪૩) પર રાજુ સોહલા અને અજાણ્યા શખ્સે લાકડી, પાઇપથી હુમલો કરી ગાળો દઇ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
હેમતભાઇ લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. આર. જી. ચોૈહાણે હેમતભાઇની ફરિયાદ પરથી રાજુ અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. હેમતભાઇનો દિકરો વિવેક હોસ્પિટલ ચોકમાં ઇકો લઇને ઉભો હતો ત્યારે રાજુ સહિતનાએ ઇકો ગાડીમાં મુસાફર ભરવા મામલે ડખ્ખો કરી ગાળો દેતાં હેમતભાઇ વચ્ચે પડતાં તેને પણ ગાળો દઇ લાકડી, પાઇપથી માર માર્યો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
(2:19 PM IST)










