News of Wednesday, 16th October 2024
પીસીબીના દેશી-વિદેશી દારૂના દરોડાઃ ભઠ્ઠી ચલાવતાં દિવાળી, બોટલો સાથે કાજલ પકડાઇ
કુબલીયાપરા અને એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા અને ટીમોના દરોડા

રાજકોટ તા. ૧૬: શહેર પીસીબી બ્રાંચની ટીમોએ ફરી વખત દેશી દારૂની ડ્રાઇવ યોજી થોરાળા વિસ્તાર અને માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી દેશી વિદેશી દારૂના કેસ કર્યા છે. થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના કુબલીયાપરા-૫માં દરોડો પાડી અહિ રહેતી દિવાળીબેન જતીન સોલંકી (ઉ.વ.૨૫)ને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી લઇ રૂા. ૧૫૦૦૦નો ૭૫ લિટર દારૂ, રૂા. ૨૦૦૦૦નો દેશી દારૂનો આથો ૮૦૦ લિટર, બળેલો આથો ૯૦ લિટર અને ભઠ્ઠીના સાધનો મળી રૂા. ૩૯૩૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે માલવીયાનગર પોલીસની હદમાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૫માં રહેતી કાજલબેન જીતેન્દ્રભાઇ મુછડીયા (ઉ.વ.૨૭)ના ઘરમાં દરોડો પાડી તેણીને રૂા. ૨૪૦૦ની દારૂની ૬ બોટલ તથા પ્લાસ્ટીકની ૨૦૦ એમએલની દારૂ ભરેલી બોટલો ૧૯ રૂા. ૧૯૦૦નો મળી કુલ ૪૩૦૦ના દારૂ સાથે પકડી લીધી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, કોન્સ. મનિષાબેન ઇન્દ્રદેવે આ કામગીરી કરી હતી.
માલવીયાનગર પોલીસે બે શખ્સને આનંદ બંગલા ચોકમાં ૨૩ ‘ચપલા' સાથે પકડયા
અન્ય દરોડામાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. બગડા, કોન્સ. જયદિપસિંહ ભટ્ટી સહિતે આનંદ બંગલા ચોક મધુભાઇ ચેવડાવાળાની દૂકાન સામેના રોડ પરથી આનંદનગર કોલોની બી-૫/૩૯માં રહેતાં જયદિપસિંહ ઉર્ફ રમજુભા સજુભા જાડેજા (ઉ.વ.૩૪) તથા દેવપરા ઘનશ્યામનગરના ભરત ઉર્ફ ભરતો રમેશભાઇ ડાભી (ઉ.વ.૨૯)ને બાઇક નં. જીજે૦૩એચએફ-૫૭૭૫માં દારૂના ૧૮૦ એમએલના રૂા. ૨૩૦૦ના ૨૩ ચપલા સાથે પકડી બાઇક મળી રૂા. ૪૨૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
(2:20 PM IST)










