તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
‘વંચિતો વિકાસની વાટે' : ૨૧ જિલ્લાના ૪૯૦૦ લાભાર્થીઓને રૂ.૬૮ કરોડથી વધારે રકમના લાભો એક જ સ્થળેથી અપાયા

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેર જીવનમાં પુરા કરેલા ૨૩ વર્ષના ઉપલક્ષમાં રાજયભરમાં યોજાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરમાં જી.એન.એલ.યુ. કોબા ખાતે ગુજરાત સરકારના સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણ માટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૨૧ જિલ્લાઓનો સમારોહ યોજાયો હતો. સમારોહના અધ્યક્ષસ્થાનેથી સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઇ મોદીએ સમાજમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કઇ રીતે થઇ શકે તે આપણને શીખવ્યુ છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ ગરીબોનું સશક્તિકરણ કરવાનું તેમણે શરૂ કર્યુ હતુ. વંચિતોને વિકાસની રાહમાં કઇ રીતે જોડી શકાય એ તેમણે સૌને શિખવાડયું છે. સામાજીક ન્યાય અને અધિકારીતા તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજયકક્ષાના મંત્રી ભીખુસિ઼હજી પરમારે અતિથિવિશેષ પદેથી જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારે વંચિતોના વિકાસને પ્રાધાન્ય આપ્યુ છે. જે નરેન્દ્રભાઇના વિઝનને કારણે શકય બન્યુ છે. એક જ પ્લેટફોર્મ અને એક જ જગ્યાએથી ૨૧ જિલ્લાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ ૧૫૬૯ લાભાર્થીઓને રૂ. ૨૦ કરોડની સહાય આપવામાં આવી હતી. તેમજ ગુજરાત અનુ.જાતિ વિકાસ નિગમ હેઠળ ૧૬૬૩ લાભાર્થીઓને રૂ.૨૪.૧૧ કરોડની સહાય આપવામાં આવી હતી. ગુજરાત સફાઇ કામદાર વિકાસના ૧૩૪૯ લાભાર્થીઓને રૂ.૧૬.૧૭ કરોડની સહાય આપવામાં આવી હતી. એટલું જ નહીં ડોકટર આંબેડકર અંત્યોદય જાતિ વિકાસ નિગમ હેઠળ ૩૭૯ લાભાર્થીઓને રૂ.૭.૧૧ કરોડની સહાય આપવામાં આવી હતી. આમ કુલ મળીને રૂ.૪૯૦૦ લાભાર્થીઓને એક જ જગ્યાએથી રૂ.૬૮ કરોડથી વધુની લાન/સહાયના લાભોનું વિતરણ કરાયુ હતુ. તેમજ અનુસુચિત જાતી કલ્યાણ પ્રભાગ હસ્તકની વિવિધ યોજનાઓની લાભાર્થીઓને માહીતી મળી રહે તે માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેનો લાભાર્થીઓએ ઉમળકાભેર લાભ લીધો હતો. આ પ્રસંગે કાર્યક્રમની પૂર્ણાહૂતિ પહેલા મહેમાનોના હસ્તે લાભાર્થીઓને પેસેન્જર વાન, ઓટો રીક્ષા જેવા વાહનોને લીલી ઝંડી આપી ફલેગ માર્ચ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, પૂર્વ મેયર હિતેશ મકવાણા અન્ય અધિકારીઓ, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:36 PM IST)










