News of Wednesday, 16th October 2024
એન.વી. ઇવેન્ટ ગ્રુપ દ્વારા ફેબ્રુઆરીમાં ૧૧ દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્ન

રાજકોટ : એન.વી. ઇવેન્ટ ગ્રૃપ, રાજકોટ દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન તા. રર-૦ર-ર૦રપ શનિવારના રોજ કરેલ છે. સમુહલગ્નમાં જોડાવા ઇચ્છતા વર-કન્યાના વાલીઓએ મો. નં. ૮૧ર૮૩ ૯૮ર૪૧ ઉપર સંપર્ક કરવો. સમુહલગ્નનું સ્થળ : રેલનગર, કર્ણાવતિ સ્કુલની પાછળ, ખોડીયાર હોટલની સામે, રાજકોટ. આયોજનમાં ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, હરપાલસિંહ બારડ, મનિષ વિઠલાપરા, દિલીપ વરસડા, હાર્દિક શીશાંગીયા, મીત છત્રોલા, ભાવેશભાઇ ઠોરીયા, દિપકભાઇ હીરાણી, પંકજભાઇ વિંધાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:37 PM IST)










