<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

બંબાખાનુ બન્‍યું બળવાન ફાયર વિભાગમાં ફોમ ટેન્‍ડર - વોટર બ્રાઉઝર જોડાયા : લોકાર્પણ

રાજકોટ તા. ૧૬ : મહાનગરપાલિકા દ્વારા ફાયરᅠએન્‍ડᅠઇમરજન્‍સી સર્વિસિઝ વિભાગ માટે કુલ રૂ.૩.૫૪ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ૧૨ KL ફોમᅠટેન્‍ડર-૧ તથાᅠ૧૨ᅠKLᅠવોટર બ્રાઉઝર-૩,ᅠએમ કુલ-૪ ફાયર ફાઈટર વાહનોના ફલેગ ઓફᅠકાર્યક્રમ આજે ફાયર સ્‍ટેશન,ᅠનિર્મલા કોન્‍વેન્‍ટ રોડ ખાતેᅠમેયર નયનાબેન પેઢડીયાના હસ્‍તેᅠયોજાયો હતો.

આ ફાયર ફાઇટર વાહનમાં ૨૮ ટનᅠGVW–BS-VIᅠઆઇસર મેઇક ચેસીસ પર ૧૨,૦૦૦ લિટર કેપેસીટીની સ્‍ટેઇનલેશ સ્‍ટીલની ટેન્‍ક તથા ૩૦૦૦ᅠLPMᅠકેપેસીટીનો હાઇપ્રેશર ફાયર ફાઇટર પમ્‍પ,ᅠમોનિટર તથા સંલગ્ન જરૂરીયાત મુજબ એસેસરીઝ સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. આ ફાયર ફાઈટર વાહનોના લોકાર્પણ(ફલેગ ઓફ) થવાથી ફાયર અને ઈમરજન્‍સી સર્વિસિઝ વિભાગ અગ્નિશામક વાહનોમાં વધારો થવાથી લોકોની સુવિધામાં વધારો થશે. ᅠᅠᅠᅠᅠᅠᅠ

આ લોકાર્પણᅠકાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા,ᅠᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,ᅠશાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,ᅠશાસકપક્ષᅠદંડક મનિષભાઈ રાડીયા,ᅠશિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, પ્‍લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ વાઘેલા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડો. દર્શનાબેન પંડ્‍યા, પ્રીતિબેન દોશી,ᅠરાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસિઝ વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર રાજીવ ગામેતી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, સ્‍ટેશન ઓફિસર આનંદ બારીયા, ફાયર વિભાગના કર્મચારીઓ તથા જવાનો ઉપસ્‍થિત રહેલ

(2:46 PM IST)