તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 16th October 2024
યુનિટિ ફાઉન્ડેશન આયોજીત પ્રાચીન-અર્વાચીન દાંડીયામાં ભારે જમાવટઃ પારિવારીક માહોલમાં નવરાત્રીની ઉજવણી કરાઇ
નવરાત્રી દરમ્યાન કેબિનેટ મંત્રી-ધરાસભ્યો-રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧૬: એક નોબલ આશય સાથે શરૂ થયેલ યુનિટી ફાઉન્ડેશનનું નામ રાજકોટમા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમા આજકાલ ખૂબ ચર્ચામાં છે. પ્રથમ વખત ૫૫ થી વધારે સોસાયટીના લોકો સાથે મળીને સત્ય સાઈ રોડ પર આલાપ હેરિટેજ બાજુમા આવેલ ગ્રાઉન્ડ, જે પહેલા સાવ બંજર, આવાવરુ, જીવજંતુ અને ગંદકીથી ભરેલ હતું, જે જગ્યા પર દેશી દારૂના વેપલો થતો હતો, તે જગ્યાએ વળક્ષોનું વાવેતર કરી. લાખો રૂપિયાનો ખર્ચ કરી જમીન સમથળ બનાવી. આયોજકો દ્વારા ગરબી સાથે અર્વાચીન દાડિયાનુ આયોજન કરેલ. ગરબીમા રમતી દીકરીઓને જોઈને માતા-પિતા તથા વડીલો આનંદિત થાય અને તેમને અન્ય જગ્યાએ નવરાત્રી માણવા જવું ન પડે. ઉપરાત ગરબી રમતી દીકરીઓને આયોજકો તથા દાતાઓ દ્વારા લહાણી પણ આપવામાં આવેલ, જેનાથી દિકરીઓની આવડતને અનેક ગણું પ્રોત્સાહન મળેલ. કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર હિન્દુ સંસ્કળતિની જાળવણીના મૂળ આશયથી શરૂ થયેલ આ નવરાત્રીના માધ્યમથી યુનિટી ફાઉન્ડેશને પોતાની આગવી વિચારધારાથી સમગ્ર રાજકોટમાં પ્રથમ નંબર હાસલ કરેલ છે,
ખેલૈયાઓ અને તજજ્ઞોના મંતવ્ય મુજબ પ્રથમ તો અહી કોઈ પણ અનિચ્છનીય પ્રવળત્તિ વગરનું સંપૂર્ણ પારિવારિક વાતાવરણ છે. રમવામાં કોઈપણ પ્રકારની અડચણ ન થાય તેવી નાનામાં નાની દરેક બાબતની ચોકસાઈ રાખીને અદભૂત વ્યવસ્થા કરેલ. આજુબાજુના લોકો ચાલીને જ આવતા હોવાથી ર્પાકિંગનો પ્રશ્ન થયો નથી અને ખેલૈયાઓને પૂરતું ર્પાકિંગ મળી રહેલ. યુનિટી ફાઉન્ડેશન આ આયોજન સપૂર્ણ નોન કોમર્શિયલ કરેલ છતા પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્બીયન્સ આપવામાં આવેલ. આયોજનમાંથી જે રકમ વધે તેનો સંપૂર્ણ ઉપયોગ ૧૧ જાન્યુઆરી- ૨૦૨૫માં ૫૧ દીકરીઓના લગ્ન માટે કરવાનો છે. આમ આટલું સુંદર આયોજન, આટલી શ્રેષ્ઠ વિચારધારા, નિસ્વાર્થ ભાવ સાથે બિન આર્થિક આયોજનો - આ બધાનો એકસાથે સમન્વય ખરેખર અન્ય એક પણ આયોજનમાં જોવા મળતો ન હોય. લોકોના મંતવ્ય મુજબ યુનિટી ફાઉન્ડેશને ખૂબ જ ટૂંકસમયમાં લોકહ્રદયમાં અને સમગ્ર રાજકોટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
છેલ્લા ત્રણ નોરતામાં મહાનુભાવો અને દાતાઓ જેમાં કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયા. શ્રી રાજ કાસ્ટટેક પ્રા.લી.ના ડાયરેક્ટર વિમલભાઈ સિદપરા, એટલાન્ટિસ ગ્રૂપના યતીનભાઈ સુરેજા, પૂર્વ કોર્પોરેટર શ્રી હરસુખભાઈ ધોરણીયા, પૂર્વ શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ નં.૯ ના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ નિર્મળ, શહેર ભાજપ અગ્રણી ડી.બી. ખીમસુરીયા, દેવેન્દ્રસિંહ ગોહિલ, કિશન ટિલવા (પ્રમુખ યુવા મોરચો), રમેશભાઈ પરમાર (ઉપપ્રમુખ ભાજપ શહેર), બાબુભાઈ માટીયા (મહામંત્રી બક્ષીપંચ મોરચો), રાજકોટ રેવન્યુ બાર પ્રમુખ રમેશભાઈ કથીરિયા, વિમલભાઈ ડાંગર, ભાસ્કર જસાણી, અર્જુનભાઈ પટેલ (એડવોકેટ), મહેશભાઈ સાવલિયા. ડો.અલ્પેશ મોરઝરીયા, નયનેશ વેકરીયા (સદગુરુ ગ્રુપ), રાજેશભાઈ ભટ્ટ, સ્વજીભાઈ રામોલિયા, કેપ્ટન પોલિપ્લાસ્ટના ચેરમેન રમેશભાઈ ખીચડિયા, ત્ફુંશ્ર ગ્રુપમાંથી ભગવાનજીભાઈ વડોદરિયા, નયનભાઈ મોવલિયા કેપ્ટન ટ્રેક્ટર્સ, મનોજભાઇ પટેલ, ભરતભાઈ શીંગાળા, ગૌતમભાઈ ગોસ્વામી જિગ્નેશભાઈ રામાણી, પ્રવીણભાઈ હાપલિયા, ચીમનભાઈ હપાણી, ડી.કે. સખીયા, જેન્તીભાઈ સરધારા, જાગળતિબેન હિતેશકુમાર દવે (એડવોકેટ એન્ડ નોટરી)અધિવકતા પરિષદ ગુજરાત પ્રાંત સભ્ય સુશ્રી કુ. ભક્તિબેન દવે દિલ્હી પ્રાંત સંગઠન મંત્રી વિશ્વમાંગલ્ય સભા અખિલ ભારતીય મહિલા સંગઠન, જીવરાજભાઈ ડોબરીયા, હસુભાઈ કેરાળીયા, ભાજપ અગ્રણી મુકેશભાઈ તોગડીયા. ઉદ્યોગપતિ જયેશભાઈ ચોથાણી, અરવિંદભાઇ ધામેલિયા, નટુભાઈ નાવડીયા, બ્રિજેશભાઈ, પરેશભાઈ સખીયા, ગૌતમભાઈ ગોસ્વામી, સંજયભાઇ ગોંડલીયા, રાકેશભાઈ ઘેલાણી, વિગેરે જેવા અતિશિઓએ ઉપસ્થિત રહી યુનિટી ફાઉન્ડેશનના આ કાર્યને હૃદયથી બિરદાવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે યુનિટી ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન ભરતભાઈ બોધરા (ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ), પરેશભાઈ ગજેરા (ચેરમેન બિલ્ડર એસોસિએશન રાજકોટ), હરેશભાઈ કાનાણી (શહેર મંત્રી રાજકોટ), વિજયભાઈ તોગડીયા (એડવોકેટ), જિજ્ઞેશભાઈ કયાડા (ઉદ્યોગપતિ) તેમજ ૧૫૦ શિષ્તબદ્ધ સ્વયંસેવકોની ટીમની રાત-દિવસની મહેનત અને અથાગ પ્રયાસોએ આ આયોજનને ભવ્ય સફળતા અપાવી છે.
(3:00 PM IST)










