<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

મરકાડો-ર૦ર૪ : સેન્‍ટ પોલ સ્‍કુલના ધો.૧૧-૧રના કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા શુક્રથી રવિ વેપાર મેળો

શાળાના ર૦૦ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ જાતના ૩ર સ્‍ટોલ બનાવાયાઃ આવક ભુજની ફીલીપ્‍સ કેર એઇડસ સેન્‍ટરને અપાશે

રાજકોટઃ શહેરની ભાગોળે મુંજકા સ્‍થિત સેન્‍ટ પોલ સ્‍કુલના ધો.૧૧-૧રના કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા તા.૧૮ થી ર૦ (શુક્ર, શનિ, રવિ) મરકાડો-ર૦ર૪ શિર્ષક હેઠળ વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આવક ભુજની ફીલીપ્‍સ કેર એઇડસ સેન્‍ટરને આપવામાં આવશે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્‍યું હતું.

સેન્‍ટપોલ સ્‍કુલ, મુંજકાની સ્‍થાપના વર્ષ ર૦૦૦માં કરવામાં આવી હતી અને કેથોલીક લઘુમતી સમુદાય દ્વારા સંચાલીત સહ-શૈક્ષણીક સંસ્‍થા છે. શાળાના વિનોદ પ્રિથલાણીના માર્ગદર્શન હેઠળ ધો.૧૧ અને ૧રના કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા એક સાહસના ભાગરૂપે ‘મરકાડો-ર૦ર૪'ના નામથી શાળાના પટાંગણમાં વેપાર મેળાનું આયોજન તા.૧૮ થી ર૦ ઓકટોબર સુધી થયેલ છે. સતત ૧૧ માં વર્ષે આવુ આયોજન થયું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવેલ.

શાળાના ર૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ફુડ સ્‍ટોલ સહીત કુલ ૩૦ થી ૩ર સ્‍ટોલ નાખવામાં આવશે. એન્‍ટ્રી ફી રૂા.૩૦ રાખેલ છે. આ વેપાર મેળામાંથી થયેલ આવક ભુજની ફીલીપ્‍સ કેર એઇડસ સેન્‍ટરને આપવામાં આવશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સેન્‍ટ પોલ-મુંજકાની ધો.૧૧-૧રના વિદ્યાર્થીઓ સોહમ પારવાની, શિવ રૂપારેલીયા, નિખિલ ખીમાણી, ઋષી પજવાણી, વિવેક જોગરાણા અને અક્ષત મહેતા નજરે પડે છે.

(3:01 PM IST)