News of Wednesday, 16th October 2024
શહેરમાં વરસાદથી રોડના પેચવર્કના કામ ઠપ્પ
એકશન પ્લાનના ડામર કામમાં રિ-ટેન્ડર કરવા મનપાનો નિર્ણય

રાજકોટ તા. ૧૬: શહેરમાં સાતમ-આઠમ ઉપર આવેલ ભારે વરસાદથી રોડ-રસ્તા બિસ્માર બન્યા હતા. ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા હતા. ત્યારે મનપા દ્વારા ચોમાસા બાદ પેચવર્ક કરવામાં આવશેનું જાહેર કરેલ અને ગત અઠવાડીયાથી કામ શરૂ પણ થઇ ગયેલ. જો કે ફરી છેલ્લા ૩ દિવસથી વરસાદ પડતો હોવાથી ડામરના પ્લાન્ટ બંધ થઇ ગયા હોવાથી પેચ વર્કનું કામ ખોરંભે ચડયું છે. ઉપરાંત શહેરમાં એકશન પ્લાનના ડામર કામમાં ઉંચા ભાવ આવતા તંત્રએ રિ-ટેન્ડર કરવા નિર્ણય કરતા તે કામ પણ અટકી પડયું છે.
(3:38 PM IST)










