News of Wednesday, 16th October 2024
મનપાના કોલ સેન્ટરનું આધુનિકરણઃ હવે ૧પપ૩૦૪ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે
નંબરની સાથે પ્રશ્નોની સમસ્યાનો નિકાલ કેટલો ઝડપી થશે? :૦ર૮૧-ર૪પ૦૦૭૭ નંબર હજુ બે મહિના કાર્યરત રહેશેઃ વાર્ષિક ૩.૭પ લાખ ફરીયાદ

રાજકોટ તા. ૧૬ :.. મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્તે લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કોલ સેન્ટરના નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ તેમજ ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકશે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.૧૬, બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગ ખાતે યોજાયો. આ લોન્ચિંગ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું.
હાલમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદની નોંધણી માટે વર્ષ ૨૦૦૮ થી અમીન માર્ગ ખાતે ૨૪ × ૭ કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે જેમાં વાર્ષિક ૩.૭૫ લાખ ફરિયાદ નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લેન્ડલાઈન નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ કે જેમાં (૦૫ હન્ટીંગ લાઈન સામેલ છે) તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ પર શહેરના નાગરિકો ફોન દ્વારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદ નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મુકેલ છે.
ભારત સરકારના પ્શઁશતદ્દશ્વક્ક ંશ્ ઘ્ંળળયઁશણર્ૂીદ્દશંઁ ્રૂ ત્ઁશ્ંશ્વર્ળીદ્દશંઁ વ્ફૂણૂત્ર્ઁંશ્રંક્કિં ના ઝફૂર્ષ્ટીશ્વદ્દળફૂઁદ્દ બ્શ્ વ્ફૂશ્રફૂણૂંળળયઁશણર્ૂીદ્દશંઁત (ઝબ્વ્) દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ માટે ૧૫૫૩૦૪ નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ તેમજ ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે. (પ-રર)
(3:39 PM IST)










