તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
રાજકોટમાં એસ.વી.યુ.એમ. ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો
સોૈરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આવતા વર્ષે માર્ચમાં આયોજનઃ દેશ-વિદેશમાંથી ૨૦૦ ડેલીગેટર ભાગ લેશેઃ વ્યાપારીઓ-ઉદ્યોગકારોની કમિટીની રચના

રાજકોટઃ સોૈરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી ૧૧થી૧૩ માર્ચ ૨૦૨૫ દરમ્યાન એન.એસ.આઇ.સી ગ્રાઉન્ડ, ૮૦ ફુટનો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. ૨૦૨૫ આંતર રાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન સતત ૧૧મી વખત થવા જઇ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજય/રાષ્ટ્રીય કક્ષાએથી લગભગ ૨૦થી૨૫ હજાર મુલાકાતીઓ લેશે. ૩૦ કરતા વધુ દેશોમાંથી ૨૦૦ કરતા વધુ વિદેશી ગ્રાહકો પણ ભાગ લ્યે તેવી સંભાવના છે. પ્રદર્શનમાં પ્રવેશ વિના મુલ્યે રહેશે. પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂરી રહેશે. પ્રદર્શનનો સમય સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
પ્રદર્શન માટે ૨૮ દેશોમાંથી ૧૦૭ વિદેશી ડેલિગેટસ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. અને ૧૫ કંપનીઓએ પોતાના સ્ટોલ બુક કરાવી લીધેલ હોવાનું જણાવાયું છે. આ પ્રદર્શનમાં સ્થાનિક ૧૬૦થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પરાગ તેજૂરા, ઉપપ્રમુખો, મહેશ નગદીયા તથા પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી ભુપતભાઇ છાટબાર, પદુભાઇ રાયચુરા, રાજુભાઇ સંઘવી તથા સુરેશ તન્ના તેમજ વ્યાપારીઓ અને ઉદ્યોગકારોની કમિટીના ચેરમેન વિશાલ ગોહેલ, સભ્યો, કેતન વેકરીયા, મૌકિતક ત્રિવેદી, મયુર ખોખર, દીવેન પડિયા, નિヘલ સંઘવી, જીજ્ઞેશ સોઢા, અંકુર સૂચક, દિનેશભાઇ વસાણી, હેમાંગ સોલંકી, અંકુર દવે, ખુશી હરસોરા, જયેશ દવે, હર્ષ બોલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:45 PM IST)










