News of Wednesday, 16th October 2024
રવિવારે રાજકોટમાં ઓબીસી મહાસભાનું સંમેલન
વૃધ્ધોને પ હજારનું પેન્શન આપવા, ઓબીસી અને એસ.સી.એસ.ટી. માઇનોરીટી માટે બજેટ ફંડની જાહેરાત કરવા, મહિલા આરક્ષણમાં ઓબીસી મહિલાની ભાગીદારી સુનિヘતિ કરવા સહિતની માંગણીઓ બુલંદ કરાશેઃ સંગઠનને મદદરૂપ થઇ ચૂકેલાઓનું થશે મરણોત્તર સન્માન

રાજકોટ તા. ૧૬: ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. મહાસભાના અને એસ.સી., એસ.ટી. સંયુકત મોરચાનું સંમેલન તા. ર૦ના રવિવારે રાજકોટ ખાતે મળી રહ્યું છે.
સતવારા જ્ઞાતિ મંડળ રૈયા રોડ, બાપા સીતારામના ઓટા મંદીર સામે, મીરાનગર, રૈયા ચોકડીથી આગળ, રાજકોટ ખાતે તા. ર૦ના રવિવારે સાંજે ૬ કલાકે મળનાર આ સંમેલનમાં ગુજરાતના ૬૦ વર્ષ ઉપરના દરેકસ્ત્રી પુરૂષને લોકોને એસ.સી. એસ.ટી. ઓ.બી.સી. અને સર્વણ જ્ઞાતિના સમાજના ગરીબોને કેન્દ્ર સરકાર-ગુજરાત સરકાર પ,૦૦૦/- રૂપિયા દર મહિને યોગદાન કરે તેવી માંગણી ઉઠાવાશે.
વૃદ્ધો ૬૦ વર્ષ પછી બહુ મુશ્કેલી ભર્યું જીવન જીવે છે એટલે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ૬૦ વર્ષ પછી વૃદ્ધો અને વૃદ્ધાઓને મહિને પ,૦૦૦/- રૂપિયા પેન્શન ચૂકવે. ગુજરાત સરકાર હજાર-૧,ર૦૦ રૂપિયા પેન્શન તરીકે આપે છે. તેમાં ચા-પાણીનો ખર્ચ નીકળે ઘર ન ચાલે.
ઉપરાંત ઓ.બી.સી. સમાજના વિકાસ માટે ગુજરાત સરકાર પાસે ૧પ,૦૦૦ કરોડનું અને એસ.સી. એસ.ટી. માઇનોરીટી સમાજ માટે ૧પ,૦૦૦ કરોડના બજેટની તાત્કાલિક ધોરણેથી યોગ્ય જાહેરાત કરે જેથી દલિત આદિવાસી અને ઓ.બી.સી. સમાજ નાના અને મધ્યમ ઉદ્યોગો સ્થાપી શકે.
મહિલા આરક્ષણમાં ૩૩% વિધાનસભા અને લોકસભામાં સરકારે આપી છે. તેમાં ઓ.બી.સી. બક્ષીપંચ સમાજની મહિલાઓ માટે ૧૭% ભાગીદારી સુનિヘતિ કરી નથી. માટે કેન્દ્ર સરકારને પત્ર લખવો અને વડાપ્રધાનશ્રીને રૂબરૂ મળવા જવા આ સંમેલનમાં ચર્ચા કરાશે. તેમ પ્રદેશ અધ્યક્ષ વિપુલ જાદવ (મો. ૯૩ર૮પ ર૭૩૮૩) ની યાદીમાં જણાવેલ છે.
ગુજરાત દલિત-આદિવાસી સમાજ ઉપર અત્યાચારો ખૂબ જ વધી રહ્યા છે. તે અંગે સરકારને રજૂઆત કરવી અને ૮પ% વર્ગનો ભાઇચારો કેમ મજબુત થાય તે ચર્ચાઓ થશે. જે નિર્ણય લેવાશે તે સૌને સર્વ માન્ય હશે.
અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભાના સંપૂર્ણ હોદેદારોનું લિસ્ટ આ સંમેલન પછી એક મહિનો મંથન કરીને ગુજરાતના દરેક ન્યુઝ ચેનલને વર્તમાન પત્રોમાં જાહેર થશે.
ઓ.બી.સી. સમાજના સંગઠનના અથવા તો સંગઠનને મદદરૂપ થયા હોય અને હાલમાં અવસાન પામ્યા હોય તેમને મરણોત્તર સન્માન પણ અર્પિત કરશે. બરોડાના ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ શ્રી પ્રકાશ કોકો બ્રહ્મભટ્ટ, જામનગરના ગુજરાતના ૧૯૯૧ થી એસ.સી. એસ.ટી. ઓ.બી.સી. ભાગીદારીને મદદ કરતા સ્વર્ગીય વલ્લભભાઇ માડમ જામનગર, (વર્તમાન જામનગરના સાંસદ પૂનમબેન માડમના કાકા) ગુજરાત ઓબીસી ચળવળ શરૂઆત કરનાર સ્વર્ગસ્થ જયંતીભાઇ મનાણી, ગાંધીનગરના સુશીલાબેન ગોસ્વામી, (અખીલ ભારતીય ઓ.બી.સી.માં સભાના મહિલા મોરચાના અગ્રણી ગુજરાત), આજીવન સેવક ઓ.બી.સી. અગ્રણી કડીયા સમાજના સ્વર્ગસ્થ રમેશભાઇ જાદવ રાજકોટ, પ્રવીણભાઇ વેગ (પ્રજાપતિ) (ગુજરાત એજયુકેશન કમિટીના મંત્રી) રાજકોટ આવા ધુરંધરોનો મરણોતર સન્માન થશે.
પર% ગુજરાતની ઓ.બી.સી. બક્ષીપંચ, ર૪% વસ્તી ધરાવતા સીડયુલ ટ્રાઇબ જ્ઞાતિઓને જાગૃત કરવા ગુજરાતમાં સૌ પ્રથમ શરૂઆત પ્રજાપતિ વિપુલભાઇ ચંદુભાઇ જાદવ પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભા એડવોકેટ તનસુખભાઇ ગોહેલ, ઉપાધ્યક્ષ અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભા મોહનભાઇ સોનગરા પ્રદેશ સલાહકધાર અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભા મેરામભાઇ ગંભીર પ્રદેશ સલાહકાર રાજકોટ, ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય ઓ.બી.સી. મહાસભા પરેશભાઇ મહેતા પ્રેસિડેન્ટ એ.સી., એસ.ટી., ઓ.બી.સી. સંયુકત મોરચો ભરૂચ, મનીષકુમાર ઓડેદરા પ્રદેશ પ્રવકતા, આહિર પ્રતાપભાઇ કોઠીવાળ પ્રદેશ અગ્રણી અમરેલી. રણમલભાઇ સીસોદીયા, પ્રદેશ સિનીયર ઉપાધ્યક્ષ જુનાગઢે કરી હતી.
સંમેલન માટે તડામાર તેયારી ચાલી રહ્યાનું પ્રદેશ અધ્યક્ષ પ્રજાપતિ વિપુલ અને ચંદુભાઇ જાદવની યાદીમાં જણાવાયું છે.
(4:03 PM IST)










