તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
ઓનલાઇન સાઇડ ઇન્કમની લાલચ આપી યુવાન સાથે રૂા. પ૦.૮૯ લાખની ઠગાઇમાં વધુ બે પકડાયા
સાયબર ક્રાઇમના પીઆઇ એમ.એમ.ઝણકાંટ, આર.જી.પઢીયાર અને બી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ કામગીરીઃ અરમાન અને જાવીદની ધરપકડ

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર રેલવે ફાટકની બાજુમાં રાજલક્ષ્મી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન સાથે ઓનલાઇ સાઇડ ઇન્કમ મેળવવા બહાને અલગ-અલગ ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી ટાસ્ક આપી રૂા. ૫૦. ૮૯ લાખની છેતરપીડી આચરનારા વધુ બે શખ્સોને સાયબર ક્રાઇમની ટીમ પકડી લીધા છ.
મોરબી રોડ પર રેલવે ફાટકની બાજુમાં રાજલક્ષ્મી એવન્યુ એપાર્ટમેન્ટમા રહેતા જયમીન ચમનભાઇ પરસાણા (ઉ.વ.૩૦) ના મોબાઇલ ફોનમાં વ્હોટસ એપમાં ચાર મહિના પેહલા એક અજાણ્યા નંબર પર એક મેસેજ આવ્યો હતો. તેમાં હું ગુગલમાંથી વાત કરૂ છું અને તમે સાઇડ ઇન્કમ કરવા માગતા હોય તો તમને એક ટેલીગ્રામની લીંક મોકલું છું જેમાં ટાસ્ક પ્રમાણે તમને પૈસા મળશે જણાવી વિશ્વાસમાં લઇ અલગ અલગ ટેલીગ્રામ ગ્રૂપમાં એક કરી તેમાં જુદા-જુદા ટાસ્ક આપી અલગ-અલગ બેંકના ખાતામાં રૂા. ૫૦, ૮૯, ૯૮૪ ઓનલાઇન ભરાવવાડી છેતરપીંડી કર્યાની ફરિયાદ જયમીનભાઇએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે અગાઉ બે શખ્સોને પકડી લીધા હતા. બંનેની પૂછપરછમાં વધુ બે શખ્સોના નામ ખુલતા પી.આઇ.આર. પઢીયાર, કોન્સ સત્યજીતસિંહ ગોહિલ, હર્ષરાજસિંહ જાડેજા, કોન્સ જયપાલસિંહ સોલંકી, કોન્સ પૃથ્વીરાજસિંહ ચૌહાણ સહિતે આ ગુનામાં ફરાર રૈયાગામ જીજાબાઇ ટાઉનશીપ વીંગ- ૮ ફલેટ નં. ૧૩૦૪ મા રહેતો અરમાર રૂસ્તમભાઇ શેખ (ઉ.વ. ૨૨) અને ધોરાજી સ્ટેશન રોડ બમ્બાગેઇટ વાળી ગલી,ઇસ્તીવા કોલોની બ્લોક નં. બી/૬ રૂમ નં. ૯૩ ના જાવીદ કાદરભાઇ બીડીવાલા (ઉ.વ. ૪૧) ને પકડી લઇ તપાસ હાથધરી છે. (૩.૧૫)
યુક્રેન સામે લડવા અને રશિયાની મદદ માટે ઉત્તર કોરીયાએ ૧૦ હજાર સૈનિક મોકલ્યા
ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોને યુક્રેન સામે લડવા અને રશિયાની મદદ કરવા ૧૦ હજાર સૈનિકો મોકલ્યા છે. આ પહેલા ૧૩ ઓકટોબરે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ કહ્યુ હતું કે ઉત્તર કોરીયનો આવી રહ્યા છે. જુનમાં પુતિન નોર્થ કોરીયાના યોંગયાંગ ગયા હતા અને બન્ને દેશો ઉપર કોઇ હુમલો થાય તો લશ્કરી સહયોગ માટે કરારો કર્યા હતા. હવે ૧૦ હજાર ઉત્તર કોરીયન સૈનિકો રશિયા પહોંચ્યાની પヘમિી રાજદૂતોએ જાહેરાત કરી છે.
(4:03 PM IST)










