<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

માલધારી સોસાયટીમાં ગૃહકલેશને કારણે વિજયભાઇએ ગળાફાંસો ખાઇ જીવ દીધો

બપોરે ઉપરના રૂમમાં સુવા ગયાઃ સાંજે તપાસ થતાં લટકતા મળ્‍યાઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૭: જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટી શેરી નં. ૨માં રહેતાં વિજયભાઇ ભીમજીભાઇ પાધરીયા (ઉ.વ.૪૫) નામના આધેડે ઘરના ઉપરના માળે એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં ૧૦૮ પહોચી હતી. તેના તબિબે કોમલબેને તેમને મૃત જાહેર કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ  એમ. એન. પીઠીયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર વિજયભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં આગલા ઘરના પુત્ર-પુત્રી છે. પત્‍નિ અને પુત્રવધુ સાથે કલેશ ચાલતો હોઇ તેના કારણે કંટાળીને પગલુ ભર્યાની શક્‍યતા જણાવાઇ હતી

(1:49 PM IST)