તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th October 2024
સોની બજારના વેપારીનું અઢી કરોડનું સોનુ લઇ બંગાળી બંધુ ‘છૂ'
બંસીધર જ્વેલર્સવાળા આશિષભાઇ નાંઢાએ વિશ્વાસ રાખી ઘરેણા બનાવવા ૩ કિલોથી વધુ સોનુ આપ્યું હતું : ગોૈરાંગોદાસ અને સોૈરભદાસ વેપારીને બહારના રાજ્યોના વેપારી સાથે ધંધો વિસ્તારવાના નામે છેતરી ગયાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૭: શહેરની સોની બજારના વધુ એક વેપારી સાથે બંગાળી કારીગરોએ ઠગાઇ કરી છે. લક્ષ્મીવાડીમાં રહેતાં અને સોની બજારમાં ઘડામણનું કામ કરતાં વેપારીએ બે બંગાળી બંધુને દાગીના બનાવવા માટે વિશ્વાસ રાખીને રૂા. ૨,૫૬,૧૨,૯૩૨નું ૩૮૧૬.૮૪૦ ગ્રામ સોનુ આપ્યું હોઇ તે સોનુ લઇ
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે લક્ષ્મીવાડી મેઇન રોડ પર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં રહેતાં અને સોની બજાર જુની ગધીવાડ સોના ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રીબંસીધર જ્વેલર્સ નામે દૂકાન ચલાવતાં આશિષભાઇ જાદવજીભાઇ નાંઢા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી મુળ બંગાળના હુગલીના ઉત્તગુનપાલા નપીતપરા ગાબના ગોૈરાંગોદાસ તરૂણદાસ અને તેના ભાઇ સોૈરભદાસ તરૂણદાસ વિરૂધ્ધ રૂા. ૨,૫૬,૧૨,૯૩૨નું સોનુ કાવત્રુ રચી ખાઇ જઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરવાનો ગુનો નોંધ્યો છે.
આશિષભાઇ નાંઢાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સોનાના દાગીના બનાવડાવી જુદા જુદા વેપારીને ઓર્ડર પ્રમાણે મોકલી આપતો હતો. દાગીના હુ અલગ અલગ કારીગરો રાખી બનાવડાવુ છુ. છેલ્લા એક વર્ષથી સોની બજાર જુની ગધીવાડ સોના ચેમ્બરની બાજુમા શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રીબંસીધર જવેલર્સ નામની મારી દુકાનમા બંગાળી કારીગર રાખી દાગીના બનાવડાવતો હતો. એ રીતે હુ બંગાળી કા રીગર ગૌરાંગો તરૂણદાસ તથા તેનો ભાઈ સૌરભ તરૂણદાસ (રહે. હાલ ભગવતીપરા અમળત વિલા એપાર્ટમેન્ટ રાજકોટ મુળ રહે. ગામ ઉતરગુનપાલા (નપીતપરા) બાબનાન, દાદપુર જી. હુગલી રાજ્ય પશ્વિમ બંગાળ)ના સંપર્કમાં આવ્યો હતો. ગૌરાંગોનો સાળો બિલ્ટુ બંગાળી પણ મારે ત્યાં છેલ્લા એકાદ વર્ષથી કામ કરે છે. ગોૈરાંગો એ-વન કોમ્પલેક્ષ કોઠારીયા નાકા ચોક ખાતે બંસીધર સેલ્સ નામની દુકાન ખાતે આવતો જતો હોઇ તેથી તેને પંદર વર્ષથી ઓળખુ છું.
હું અગાઉ મધુરજ ચેમ્બરમાં બુલીયનનો વેપાર કરતો ત્યારે ગૌરાંગોદાસ તથા તેના ભાઈ મુરલીધર ચેમ્બરમાં કામ કરતા હતા. આ મારે જુની ઓળખાણ એ વન ચેમ્બરની હોઇ તેથી અવાર-નવાર કામ બાબતની તથા તેઓ મારી પાસે આર.ટી.જી.એસ. દ્રારા સોનાની ખરીદી કરતા અને અમારે ત્યારે ઘણીવાર મળવાનુ થતુ હતુ.
તે દરમ્યાન તેઓએ મને વાત કહેલ કે મારી પાસે ગુજરાત બહારના તથા ગુજરાતના સારા-સારા વેપારી છે તો તમે જો મેટલ રોકો તો આપણે વેપારીઓને કહીને મોટે પાયે કામ ચાલુ કરી શકીએ. ત્યાર પછી થોડો ટાઈમ જતા ગધીવાડમાં મારા મિત્ર હરદાસભાઈએ મારા જ કહેવાથી એક સારી મીલકત ખરીદી અને અમે લોકો તે મીલકતમાં હોલમાર્ક સેન્ટર ચાલુ કરવા માટે પ્રયત્ન કરતા હતા અને તેમા બે માળની જરૂર હોઇ બાકીની જગ્યા ખાલી રહેતી તેથી ફરી પાછો ગોૈરાંગોએ મને કારખાનાની વાત કરી અને તેમના વેપારી સાથે ટેલીફોનીક વાત પણ કરાવી હતી.
ત્યારબાદ સોનાના વેપારી દીલીપભાઈ જૈન રહે. મુંબઇ સાથે વાત કરાવી હતી. પછી અમે લોકોએ વર્ષ ૨૦૨૩થી ખાલી રહેલ જગ્યામાં કારીગરોના કામ માટેની પુરતી સગવડ કરેલ તથા જરૂરી મશીનરી લઇ આવેલ ત્યારબાદ કામ શરૂ કરેલ હતુ. આમ કામ શરૂ કર્યા બાદ અમોએ અલગ અલગ તારીખોએ અઢી કીલો સોનુ ગૌરાંગો તથા સૌરભને આપેલ હતુ અને રાબેતા મુજબ તે સોનાના દાગીના ઘડામણનુ કામ કરતા હતા. મને ગૌરાંગોએ તેના સંપર્કમા રહેલા વેપારીઓ સાથે મુલાકાત પણ કરાવી હતી જે માટે અમે લોકો ઇન્દોર પણ ગયેલા હતા. જ્યા તેમને દીલીપભાઈ જૈન, અનિલભાઈ અલંકાર જવેલર્સ તથા અનુપજી ઇન્દોરને મળાવ્યા હતા. અને તેઓએ મારી સાથે સારી રીતે વ્યવહાર કરી અમીને પુર્ણ રીતે પોતાનુ કામ આપશે એવુ કહેલ હતુ. તે પછી વર્કશોપમા નિયમીત કામ ચાલતુ હતુ.
અમારે હોલમાર્કનુ જે સરકારી કામ રહેલ તેમા મારે ખુબ દોડા દોડી રહેલ અને માર્ચ ૨૦૨૪માં હોલમાર્કનુ ઓડીટ હોય અને તેમના લાયસન્સની પ્રક્રિયામાંહુ ખુબ વ્યસ્ત હોઇ જેથી કારખાનાની વ્યવસ્થા ગૌરાંગો, તેનો ભાઈ તથા સાળો સંભાળતા હતા અને મને હિસાબ આપતા હતા. આ ૫છી અત્યારે અમો લોકો હોલમાર્કના કામમાથી થોડા ફ્રી થઇ જતા મારા કારીગર ગોૈરાંગોએ કરેલ કે આપણા વર્કશોપમાં કાસ્ટીંગનુ જે મેઇન કામ છે તે બહાર દેવું પડે છે જો કાસ્ટીંગનુ મશીન હોય તો પણ ખરૂ ઘટ આપણી બગી જશે તેથી અમે લોકોએ કાસ્ટીંગ મશીનની તપાસ કરી અને હિતેષભાઈ પાસેથી કાસ્ટીંગ મશીન સપ્ટેમ્બર માસના અંતમાં ખરીદ કરેલા છે
આ મશીન કેવી રીતે ચલાવવાની જાણકારી માટે પાંચ દિવસ સુધી તે હિતેષભાઈની સાથે ટ્રેનીંગ માટે જતા હતા. તેઓ વધારાના સમયમાં મારા કારખાનાના ઓર્ડરની કામગીરી કરતો હતો. ત્યારબાદ તેણે જણાવેલ કે થોડી સોનાની વ્યવ સ્થા ગોઠવો પણા વેપારીની ડીમાન્ડ પુરી નથી થઈ રહી તેથી મેં કુલ ૪૪૩૬.૮૪૦ ગ્રામ સોનુ મે મારા કારીગર ગૌરાંગો દાસને સોનીકામ માટે આપેલ હતુ. ગત તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રે જ્યારે ગૌરાંગો હીતેષભાઈને ત્યાથી પાછો આવેલ ત્યારે મને જણાવેલ કે મારી પત્નિની તબીયત સારી નથી તેથી કાલે હુ દવાખાને લઇ જવાનો છું તો કાલે હુ હિતેષભાઇને ત્યા જઇ નહી શકુ તથા અહીંયા પણ નહી આવી શકુ પરંતુ વર્કશોપ રાબેતા મુજબ ચાલુ રહેશે. તા.૦૪/૧૦/૨૦૨૪ના રોજ વર્કશોપમા સવારથી તેમનો ભાઈ સૌરભ તથા તેમના કારીગરો કામ કરતા હોય સાંજના આશરે સાત સાડા સાત વાગ્યે સૌરભ તથા તેમના કારીગરોએ અમને કહેલ કે કારીગરો માટે મકાન બદલવાનુ હોય તો વહેલા જઈએ છીએ.
તેથી સૌરભ તથા તેના કારીગર નિકળી ગયા પાંચ-દસ મિનીટમાં હું વર્કશોપ પર આવતા મે ગૌરાંગોને તથા સોૈરભને ફોન કરેલ ગૌરાંગોએ મને કહેલ કે મારી પત્નિ બીમાર હોય અને નાનુ બાળક એકલુ રહેતુ ન હોય તો હું અત્યારે ઘરે છુ અને સૌરભ કારીગરોનો સામાન બદલાવવા ગયેલ છે જેથી મે તેમને કહ્યું કે તુ દુકાને આવી જા. તો તેમને મને કહેલ કે મારે થોડી વાર લાગશે. જેથી મે તેમને હું તમારા ઘરે આવુ છું તેમ કહી હું તથા મારા ભાઈ તેમના ઘરે ગયા હતાં. ત્યા બંનેભાઈઓના ઘરે તાળા મારેલ હતા.
આ રીતે મેં મારા કારીગર ગોૈરાંગોદાસ તથા સોૈરભદાસ પર વિશ્વાસ રાખી કુલ ૩૮૧૬.૮૪૦- ગ્રામ ફાઈન સોનુ કિમત રૂ. આશરે ૨,૫૬,૧૨,૯૩૨નુ સોનાના દાગીના બનાવવા આપ્યું હતુ જે ફાઇન સોનુ કે દાગીના તેણે આજ સુધી પરત ન આપી કાવત્રુ ઘડી ઠગાઇ કરી હોઇ ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં આશિષભાઇએ કહેતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:13 PM IST)










