<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

બાલભવનના રાસોત્સવમાં ફાઇનલમાં આયુષી વિશાલ ગણાત્રા પ્રથમ વિજેતા

વસંત સાઉન્ડ સર્વીસ ગ્રુપનું ગૌરવ વધાર્યું

રાજકોટઃ શહેરના જાણીતા વસંત સાઉન્ડ સર્વીસવાળા શ્રી ગિરીશભાઇ કે. ગણાત્રાની પૌત્રી ચિ. આયુષી વિશાલભાઇ (રાજાભાઇ) ગણાત્રાએ બાલભવન દ્વારા નવરાત્રિ નિમિતે બાળકો માટે યોજાયેલ રાસોત્સવના દરેક દિવસે ભાગ લઇ ફાઇનલમાં પ્રથમ વિજેતા પદ મેળવતા તેણીને સાઇકલ અને અન્ય ભેટ આપવામાં આવી હતી. ચિ. આયુષી ક્રાઇસ્ટ સ્કુલમાં ધો. ૫માં અભ્યાસ કરે છે. રાસ રમવામાં પોતાનું કૌશલ્ય સાબિત કરતા મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિતના મહેમાનોએ અભિનંદન આપેલ. હેલીબેન ત્રિવેદીના હસ્તે તેને ઇનામ આપવામાં આવ્યુ હતું. (વિશાલ ગણાત્રાનો મો. ૯૯૨૪૭ ૫૮૫૫૮- રાજકોટ)

(2:49 PM IST)