<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

લાખાજીરાજ રોડની પાથરણા બજાર હટાવવા વેપારીઓની માંગણી : આંદોલનની ચિમકી

મુખ્‍ય બજારના વિસ્‍તારોને નો ફેરિયા ઝોન જાહેર કરોઃ માંગ : ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, જયમીન ઠાકર, દેવાંગ માંકડ, કૌશિક ચાવડાની ઉપસ્‍થિતિમાં વેપારીઓની મ્‍યુનિ. કમિશનરને ઉગ્ર રજૂઆત

રાજકોટની શાન તથા ભવ્‍ય વારસાને જાળવવા વેપારીઓ ઉમટી પડયાઃ રજૂઆત

રાજકોટ : શહેરની શાન એવી મુખ્‍ય બજારના લાખાજી રાજ સહિતના વિસ્‍તારને નોફેરિયા ઝોન જાહેર કરવા વેપારીઓ દ્વારા મ્‍યુનિ. કમિશનરને રજુઆત કરી હતી. આ રજૂઆતમાં ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેટર દેવાંગ માંકડ તથા વોર્ડ નં. ૭ ના પ્રમુખ કૌશિક ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ : શહેરની મુખ્‍ય બજાર લાખાજીરાજ રોડ સહિતના વિસ્‍તારમાંથી પાથરણા બજાર હટાવવા અને આ વિસ્‍તારને નો ફેરિયા ઝોન જાહેર કરવા રાજકોટ સેલ ટેક્ષટાઇલ મરચન્‍ટ, ધી રાજકોટ રેડીમેઇડ ગારમેન્‍ટ મરચન્‍ટ, એશો. લાખાજી રાજ રોડ,  ધર્મેન્‍દ્ર રોડ, દીવાનપરા, વેપારી એશો. દ્વારા મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇને ઉગ્ર રજૂઆત કરી હતી.

ે લગભગ ચાર મહિનાથી રાજકોટ મ્‍યુ.કમિશનર તરીકે નો ચાર્જ સંભાળેલ છે. પરંતુ આપના પહેલા ના બે કમિશનરશ્રી ઓને દબાણ હટાવવા અંગે ઉગ્ર રજુઆતો કરેલ છે. પરંતુ મ્‍યુ.અધિકારીઓ તેમજ પદાધીકારીઓએ આ ફરીયાદ રજુઆત ધ્‍યાન ઉપર લેવામાં આવેલ નથી. એ ખરેખર ખુબજ દુખઃદ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી રાજકોટ ની મુખ્‍ય બજાર એવા લાખાજીરાજ રોડ અને ધર્મેન્‍દ્રરોડ, ઘીકાંટારોડ, ના તમામ વેપારીઓ આ રોડ ઉપર બેસીને સામાન વેચતા પાથરણા વાળા કે લારીવાળાઓથી પરેશાન છીએ. અમારા શોરૂમ કે દુકાન આગળ પાથરણા પાથરી ને રસ્‍તા ઉપર દબાણ કરીને આવા લોકો જે ખુબજ માથાભારે તત્‍વો પણ છે. વેપારી કોઈપણ જાતની દલીલ કે પ્રતિકાર કરી શકતા નથી. વારંવાર મારામારી-ઝગડા પણ થયેલ છે. અને રવીવારે તો જાણે ગુજરીબજાર ભરાયેલ હોય તેમ મોટા પ્રમાણમાં આવા લોકો રોડ ઉપર બેસી જાય છે. આવનાર ગ્રાહકના પાકીટ તેમજ મોબાઈલફોન પણ ખુબ જ મોટી સંખ્‍યા માં ચોરાઈ જાય છે. રસ્‍તા ઉપર દબાણ કરીને ફેરીયા બેસતા હોવાથી અમારા દુકાનદાર ના ગ્રાહકો કે ટુ વ્‍હીલર લઈને કે ચાલીને પણ આવી શકીએ તેવી પરિસ્‍થિીતી પણ હવે નથી રહી.

વધુ વિગત વેપારી એશો. એ જણાવાયું છે કે,  આગામી દિવસોમાં તહેવારો આવતા હોય અમારા દુકાનદારો અને શોરૂમ સંચાલકો આ દબાણ થી ખુબજ નારાજ છીએ માટે અમે વિવિધ એશોસીએશન સાથે મળી આ સમસ્‍યાનો તાત્‍કાલીક ઉચીત નીરાકરણ લાવી લાખાજીરાજ રોડ ઉપર કાયમી ધોરણે પોલીસ બંદોબસ્‍ત મુકવામાં આવે તેમજ ઉપરોકત મુખ્‍ય બજાર વિસ્‍તાર ને નો ફેરીયા ઝોન જાહેર કરવામાં આવે તેવી  ઉગ્ર માગણી  કરવામાં આવી છે.

આ દબાણ સમસ્‍યાનો જો કાયમી ધોરણે ઉકેલ નહી લાવવામાં આવે તો તમામ મુખ્‍ય બજાર ના એસોશીએશન સાથે મળી રાજકોટ ના સાંગણવાચોક ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેસીશું તેવો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે. તેમ ચિમકી ઉચ્‍ચરવામાં આવી હતી.

આ રજુઆતમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, જયમીન ઠાકર, દેવાંગ માંકડ, કૌશીક ચાવડા જોડાયા હતા.

ગત વર્ષની જેમ જ વ્‍યવસ્‍થા ગોઠવાશે : કોઇને અન્‍યાય નહીં કરાય

ધારાસભ્‍ય-સ્‍ટે. ચેરમેનની વેપારીઓ-પાથરણા વાળાઓને ખાતરી

રાજકોટ : શહેરની જુની બજાર ધર્મેન્‍દ્ર રોડ ખાતેના વેપારીઓ દ્વારા રોડ ઉપરથી પાથરણા બજાર દૂર કરવા મ્‍યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્‍ય ડો. દર્શીતા શાહ, રમેશભાઇ ટીલાળા તથા સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. રજૂઆત બાદ ધારાસભ્‍ય તથા સ્‍ટે. ચેરમેને  જણાવેલ કે, ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. કોઇને અન્‍યાય નહીં કરાય. તંત્ર દ્વારા દુકાનદારો સરળતાથી વેપાર કરી શકે અને પાથરણાવાળા પણ રોજી રોટી કમાઇ શકે તે પ્રકારની ગોઠવણ કરવામાં આવશે.

(3:21 PM IST)