<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

રાજકોટ પુરવઠા તંત્ર E-કેવાયસીમાં બીમાર-વૃધ્‍ધ વ્‍યકિતઓ માટે એક સ્‍થળે અંગૂઠાના નિશાન માટે વ્‍યવસ્‍થા રાખે તેવી ચોમેરથી માંગણીઃ મહિલાઓમાં દેકારો

દુકાનદાર કાર્ડ રદ્દ કરી દેવાની ધમકી આપતા હોવાની રાવ પુરવઠા તંત્રે આ બાબતે પગલા ભરે

રાજકોટ તા. ૧૭: રાજકોટ જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા દરેક કાર્ડ હોલ્‍ડરો માટે ઇ-કેવાયસી ફરજીયાત બનાવાયું છે, આ માટે ચારેય ઝોન વાઇઝ બપોરે ૩ વાગ્‍યા બાદ આધારકાર્ડ લઇ ઘરની દરેક વ્‍યકિતના અંગૂઠાના નિશાન લેવા અંગે વ્‍યવસ્‍થા કરાઇ છે. દરમિયાન રાજકોટમાં અનેક એવા વિસ્‍તારો-પરા-સોસાયટીઓ છે કે જયાંના કાર્ડ હોલ્‍ડરોએ ખાસ કરીને મહિલાઓએ પુરવઠા તંત્ર-કલેકટર તંત્ર ઇ-કેવાયસીમાં એક જ સ્‍થળે અને તે પણ નજીકના સ્‍થળે કે કલેકટર કચેરી ખાતે અંગૂઠાના નિશાન માટે વ્‍યવસ્‍થા રાખે તેવી ચોમેરથી માંગણી કરી છે, ખાસ કરીને મહિલાઓમાં દેકારો છે, આજે ‘‘અકિલા'' પાસે સદરની શેરીઓમાં રહેતા મહિલા કાર્ડ હોલ્‍ડરોએ બીમાર-વૃધ્‍ધ વ્‍યકિતઓ પヘમિ મામલતદાર કચેરીએ જઇ શકે તેમ ન હોય નવી કલેકટર કચેરી ખાતે વ્‍યવસ્‍થા કરી આપવા માંગણી કરી હતી. જો કે પુરવઠાના જવાબદાર અધીકારીઓએ આવી બાબત શકય નહીં હોવાનું અને લાગુ પડતી જે તે ઝોનલ કચેરીએ જ બપોરે ૩ વાગ્‍યા બાદ ઇ-કેવાયસી માટે જવું પડશે, તેમ જણાવી આજ સુધીમાં અંદાજે પ લાખના ઇ-કેવાયસી થઇ ગયાનું ઉમેર્યું હતું, એક જ સ્‍થળે તો આવી વ્‍યવસ્‍થા ન થઇ શકે, રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૩૦ લાખથી વધુ કાર્ડ હોલ્‍ડરો છે, આથી ઝોનલ કચેરીએ જયું શ્રેષ્‍ઠ રહેશે તેમ ઉમેરાયું હતું.

દરમિયાન ‘‘અકિલા'' ખાતે આવેલ મહિલાઓએ જણાવેલ કે અમારા સસ્‍તા અનાજના દુકાનદાર અંગૂઠાનું નિશાન અને ઇ-કેવાયસી નહિ કરાયું હોય તો કાર્ડ રદ્દ કરી દેવાની ધમકી ઉચ્‍ચારી રહ્યા છે, પુરવઠા તંત્ર આ બંધ કરે તે જરૂરી છે.

(3:18 PM IST)