તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th October 2024
વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા વાજતે-ગાજતે ફોર્મ ભરાયું: હિરેન મહેતાની આગેવાનીઃ રેલ્વે કર્મચારીઓની ઉપસ્થિતિ

રાજકોટ : હિરેન મહેતા ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના જણાવ્યા મુજબ રેલવેમાં માન્યતા પ્રાપ્ત સંગઠન માટેની ચુંટણી માટે નું વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું નોમિનેશન ફોર્મ દુર્ગા અષ્ટમી ના રોજ શ્રી આર. જી. કાબરજી જનરલ સેક્રેટરી, શ્રી શરિફખાન પઠાણજી પ્રેસિડેન્ટ, શ્રી હિરેન મહેતાજી ર્વકિંગ જનરલ સેક્રેટરી મુંબઈ તથા ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં રેલ કર્મચારીઓની સાથે ચર્ચગેટ મુબંઈ ખાતે ભરવા માં આવેલ. જેમાં રાજકોટ ડિવિઝન નાં હિરેન મહેતા ના નેતળત્વ હેઠળ ડી આર સોઢા, અવની ઓઝા, રસુલ મલીક, મયુર સિંહ, ક્લેમેન્ટ મચાડો, ઈકબાલભાઈ, હરિસિંગ, યુવરાજ સિંહ, એસ ડી દવે, એમ કે જાડેજા, ડી એસ શર્મા, હરદેવસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, એલ પી યાદવ, ધમભા ઝાલા, એ બી સરવૈયા, અમીત ભાર્ગવ, જસ્મીન ઓઝા, હરેશ અમદાવાદી, ધવલસિંહ ચુડાસમા, શક્તિ દાન ગઢવી, રણવીરસિંહ, સુમીત, પ્રદિપસિંહ ખાચર, નવાજ શેખ, દિલિપભાઈ, વિષ્ણુ દાન ગઢવી, જતીન જોશી, જગદીશદાન ગઢવી તથા મહિલા પાંખ માં અવની ઓઝા, ધર્મિષ્ઠા થોરિયા, પુષ્પા ડોડીયા, મનિષા દિક્ષિત, જ્યોતિ મેહતા, દયા રાનોલીયા, ધર્મિષ્ઠા પૈજા, દિના વ્યાસ, દિપ્તી મેશવાનીયા, દિપીકા સુરાણી, વિધિ મેહતા, ફાલ્ગુની મેહતા વગેરે એ શુભેચ્છાઓ પાઠવી હતી અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કે જે સતત ૨૪ × ૭ રેલ કર્મચારીઓના પ્રશ્નો, સમસ્યાઓ, હક અને કલ્યાણ માટે સતત કાર્યરત છે ત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના નિશાન ગુલાબ ને રેલ કર્મચારીઓના વોટ થી સમર્થન સાથે શાનદાર જીત મળશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
(3:28 PM IST)










