<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ભગવતીપરામાં ગંદા-ધીમા ફોર્સથી પાણીની ફરિયાદ ભૂતકાળ બનશે

વોર્ડ નં. ૪ના આ વિસ્‍તારમાં ૫.૫૦ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન કામનું ધારાસભ્‍ય ઉદય કાનગડના હસ્‍તે ખાતમુહૂર્ત

રાજકોટ,તા.૧૭: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં આવેલ ભગવતીપરા તથા આસપાસના વિસ્‍તારમાં આજ તા.૧૭/૧૦/૨૦૨૪ના રોજ રૂ.૫.૫૦ કરોડના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન નાખવાના કામનું ખાતમૂહૂર્ત વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કામે ૧૦૦ મી.મી. ડાયા. ના અંદાજે ૨૫,૦૨૦ રનીંગ મીટર,ᅠᅠ૧૫૦ મી.મી. ડાયા. ના અંદાજે ૨૦૦૦ રનીંગ મીટર,ᅠ૨૦૦ મી.મી. ડાયા. ના અંદાજે ૮૫૦ રનીંગ મીટર,ᅠ૩૦૦ મી.મી. ડાયા.ના અંદાજે ૨૪૫૦ રનીંગ મીટર ડી.આઈ. પાઇપ લાઇન નાખવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૪માં આવેલᅠભગવતીપરા,ᅠ સુખસાગર,ᅠ શ્રમજીવી,ᅠ શિવમ,ᅠઅંબિકા વગેરેᅠસોસાયટીના અંદાજીતᅠ૨૦,૦૦૦ જેટલા લોકોને ફાયદો થશે અને સુવિધામાં વધારો થશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા,ᅠલાઈટીંગ સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા,ᅠવોર્ડ નં.૪ના પ્રભારી જે.ડી.ભાખર, પ્રમુખ કાનાભાઈ ડંડેયા,ᅠમહામંત્રી હિતેશભાઈ મઠીયા, ભરતભાઈ લીંબાસીયા, સ્‍થાનિક આગેવાન દેવદાનભાઈ કુગસીયા, સંજયભાઈ ગોસ્‍વામી, દિલીપભાઈ બોરીચા, અજયભાઈ લોખિલ, દિનેશભાઈ ચૌહાણ, આશિષસિંહ વાઢેર, વિવેક લીંબાસીયા, દાનાભાઈ ડાંગર, ચકુભાઈ મઠીયા, વર્ષાબેન વાળા તેમજ વિસ્‍તારના બહોળીᅠસંખ્‍યામાં ભાઈઓ તથા બહેનોᅠઉપસ્‍થિત રહ્યા હતા.

(3:34 PM IST)