News of Thursday, 17th October 2024
મોરારી નગરમાં પેવિંગ કામનો પ્રારંભ : ખાતમુર્હુત

રાજકોટ : વોર્ડનં.૧૭માં મોરારી નગર શેરી નં.૨ અને ૪માં કોર્પોરેટર વિનુભાઈ ઘવાની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડનં.૧૭ના મહામંત્રી અજયભાઈ જાદવ, રાજકોટ શહેર ભાજપ કિશાન મોરચો ઉપ પ્રમુખ વિઠલભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના ચંદુભાઈ ગરનારા, યોગેશભાઈ ભટ્ટ, ખુરશીદ સુમા, દિનેશભાઈ ગોંડલીયા, સુરુભા ઝાલા, રમકુભાઇ સોરઠીયા, હસમુખભાઈ તળાવિયા, રવિભાઈ પાધરા, હંસાબેન શેખડા, ભારતીબેન રૂપારેલીયા, સરોજબેન સોરઠીયા, રેખાબેન લીંબાસીયા, ડીમ્પલબેન, વસંતબેન પેઢડીયા, ભાનુબેન લીંબાસીયા, શોભનાબેન વરસાણી, મંજુબેન ખુંટ, તથા મંજુબેન ચોવટિયા તથા લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.
(3:35 PM IST)










