News of Thursday, 17th October 2024
સોરાષ્ટ્ર યુનિવર્સીટીના યુવક મહોત્સવનો રંગારંગ પ્રારંભ
સાહિત્ય-કલા, સાંસ્કૃતિક વિભાગની ૩૩ સ્પર્ધામાં કોૈશલ્ય ઝળકાવવા ૧૮૦૦ સ્પર્ધકોમાં થનગનાટઃ શિક્ષણમંત્રી પટેલ- પાનસેરીયાનો રાજકોટનો પ્રવાસ રદ.. શુભેચ્છા પાઠવી

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૨ મા યુવક મહોત્સવ ‘‘ઉદેતી'' નું મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા કુલપતિ પ્રોફે.કમલસિંહ ડોડીયાના હસ્તે દીપપ્રાગટય કરી રંગારંગ ઉદઘાટન કરવામાં આવેલ હતું.
યુવક મહોત્સવનું ઉદઘાટન શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે થનાર હતું પરંતુ આદરણીય શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને છેલ્લી ઘડીએ સરકારશ્રીની અગત્યની કામગીરી આવતા, ઉપસ્થિત રહી શકયા નથી, બન્ને શિક્ષણમંત્રીશ્રીઓએ યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ ડો. સી.કે. કુંભારાણા, ડો. રાહુલભાઈ કુંડુ, ડો. અતુલભાઈ ગોસાઈ તથા જાણીતા હાસ્યકાર ધીરુભાઈ સરવૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. રમેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવમાં ભાગ લેવા અનેરો ઉત્સાહ અને થનગનાટ દેખાઈ રહ્યો છે. ૫૨ મા યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, યુવક મહોત્સવ એ યુવાનોની શકિતઓને ખીલવવાનો અવસર છે. સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં કલા, સાહિત્ય, સંસ્કળતિ, શૌર્ય અને વીરતા રહેલી છે. સૌરાષ્ટ્ર પ્રાકળતિક ધરોહર ધરાવે છે. સૌરાષ્ટ્રમાં પર્વત, દરીયો, સમળદ્ર જીવસળષ્ટિ, ખેતી અને જાણીતા ધાર્મિક યાત્રાધામો આવેલા છે. અહીં ભગવાન શ્રીકળષ્ણ દ્વારિકામાં અને ભગવાન શ્રીસોમનાથ જ્યોર્તિલિંગ વિરાજમાન છે. સૌરાષ્ટ્રના લોકનળત્ય, બોલીઓ, સાહિત્યકારો, રીવાજો, પધ્ધતિઓ જાણીતી છે. આપણી ભાતીગળ પરંપરા અને સંસ્કળતિને જાળવવાનું કામ આજના યુવાનો કરી રહ્યા છે. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં ૧૮૦૩ જેટલાં વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરવાના છે. કુલપતિશ્રીએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૨ માં યુવક મહોત્સવમાં ઉપસ્થિત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ બાવનમો યુવક મહોત્સવ છે. યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી કલાને ઓળખવાનો મંચ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુવાનોને યુવક મહોત્સવ થકી પ્લેટફોર્મ પુરું પાડ્યું છે જે સરાહનીય છે. આજના યુવાનોમાં અપાર શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કળતિ અને પરંપરાનું જતન કરવા માટે યુવક મહોત્સવ જેવા આયોજનો થવા ખુબ જરુરી છે.
યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં કણસાગરા મહિલા કોલેજ તથા ખામટાની મહિલા કોલેજ દ્વારા પ્રાચિન રાસ રજૂ કરવામાં આવેલ હતું. કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડીયા, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, ધીરુભાઈ સરવૈયા તથા શારીરિક શિક્ષણ નિયામકશ્રીનું સુતરની આંટી અને ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવામાં આવેલ હતું. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કળતિક વિભાગમાં કુલ ૩૩ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ૧૮૦૩ સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે અને કુલ ૯૯ જેટલાં તજજ્ઞો નિર્ણાયકો તરીકે સેવા આપશે. કાર્યક્રમના પ્રારંભે જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય રજૂ કર્યું હતું. સાથે સાથે જાણીતા હાસ્યકાર ધીરુભાઈ સરવૈયાએ પોતાની આગવી શૈલીમાં હાસ્યરસ રજૂ કરી આપણી લોકસંસ્કળતીની વાત રજૂ કરી ભણતર પર ભાર મુકયો હતો.
કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાધ્યાપકશ્રી ડો. ભરતભાઈ ખેરે કર્યું, સ્ટેજ વ્યવસ્થા પ્રોફે. ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ સંભાળી હતી અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાએ કરેલ હતી. બાવનમાં યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એક્ઝીકયુટીવ કાઉન્સીલના સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિશ્રી પ્રોફે. કમલસિંહ ડોડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, જયસિંહ પરમાર, ઉમેશભાઈ માઢક, મૌનિકભાઈ ગઢવી તથા તમામ સમિતીઓના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.(૨.૧૩)
(3:37 PM IST)










