<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કાલે મલય'સ મેજીકલ ફ્રીન્‍ગર્સ સિઝન-ર

ડો. મલય પલાણ કી-બોર્ડ પર લોકપ્રિય ધુનો વગાડી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કરશેઃ ગાયિકા ચૈતાલીબેન સંઘવી સાથ આપશેઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ આવતીકાલે ૧૮મીના શુક્રવારે રાત્રીના ૮:૩૦ વાગ્‍યાથી હેમુ ગઢવી હોલ ખાતે મલય'સ મેજીકલ ફ્રીન્‍ગર્સ સિઝન-ર કાર્યક્રમ યોજાયેલ છે.

રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે અહીં ચાલતી વિધવિધ સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ તેમાંય સંગીત ક્ષેત્રે થતાં અવનવા પ્રયોગો આજ શૃંખલાને આગળ વધારી રહ્યા છે રાજકોટનાં ૪ યુવા કલાકારો શ્રીમતી ચૈતાલીબેન સંઘવી અને ડો. મલયભાઇ પલાણ, થોડા સમય પહેલાં હેમુ ગઢવી મીની હોલ ખાતે આ બન્‍ને કલાકારોએ તેમની કલાની પેશકશ કરી હતી. કાર્યક્રમની સફળતા બાદ હેમુ ગઢવી મેઇન હોલ ખાતે ‘મલય મેજીકલ ફીંગર્સ' જેમાં તેઓ એક અનોખો કી બોર્ડ પર લાઇવ શીંગીંગનો કાર્યક્રમ કરવા જઇ રહ્યા છે. તા. ૧૮ શુક્રવારે રાત્રે ૮ કલાકે રાજકોટનાં જ પ્રતિભાશાળી રપ ગાયકો સાથે અંદાજે પ૦ ગાયનો કીબોર્ડની સંગાથે અનીલજી રજુ કરનાર છે. ડો. મલય પલાણ તેમના આગવા અંદાઝથી કી બોર્ડ પર લોકપ્રિય ધુનો વગાડી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કરશે.

તેમનો સાથ કાર્યક્રમનાં સંચાલક અને પ્રસિધ્‍ધ ગાયિકા શ્રીમતી ચૈતાલીબેન સંઘવી આપશે. વિના મુલ્‍યે આયોજીત આ કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓને આમંત્રણ અપાયું છે.આયોજનને સફળ બનાવવા યોગભાઇ પંડયા, સુનિલ પારેખ, હિરેન પંચાસરા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:44 PM IST)