<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કાલાવડ રોડ -સાધુવાસવાણી રોડ- પેડક રોડ સહિતના રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૫૭૮ બોર્ડ-બેનરો જપ્‍ત

દબાણ શાખાનો સપાટો :રસ્‍તા પર નડતર રૂપ ૫ રેકડી, કેબીનના દબાણો હટાવાયા : રૂા. ૩.૧૩ લાખનો વહીવટી ચાર્જ વસુલ્‍યો

રાજકોટ,તા.૧૭ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા સપ્‍તાહમાં શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૫૦ રેકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૫૭૮ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા મવડી મેઈન રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્‍ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્‍યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૫૦ રેકડી /કેબીન જપ્ત કરવામાં આવી હતી.

 જ્‍યારે રૈયાધાર, જ્‍યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ, પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝોન ,પેડક રોડ, કુવાડવા રોડ,આનંદબંગલા ચોક , અર્ટીકા, રવિરત્‍ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્‍પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્‍ય ૨૩૮ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જંક્‍શન રોડ, જ્‍યુબેલી,પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્‍કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્િમનગર નાલા પાસેથી ૮૨૩ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક,ઢેબર રોડ સોરઠીયાવાડી પાસેથી રૂ.૧,૯૦,૯૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

સંતકબીર રોડ,ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૨૨,૭૬૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી  મંજુરી વિનાના ૫૭૮  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

 

(3:45 PM IST)