<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

આજે રાત્રે સરગમી મ્‍યુઝીકલ નાઇટ

ગાયકો દેવયાની બેન્‍દ્રે, ગોવિંદ મિશ્રા, બંકીમ પાઠક, અલીફીયા શેટ્ટી, મોહસીન શેખઃ જાહેરજનતા માટે વિનામૂલ્‍યે કાર્યક્રમ

રાજકોટઃ સરગમ કલબ અને કલાસીક નેટવર્ક પ્રા.લી. અને સનફોર્જ પ્રા.લી.ના સંયુક્‍ત ઉપક્રમે આજે તા. ૧૭ને ગુરુવાર રાત્રે ૮ વાગ્‍યે ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, ખાતે મ્‍યુઝીકલ નાઈટનો કાર્યક્રમ જાહેરજનતા માટે વિનામૂલ્‍યે યોજાશે.

મ્‍યુઝીકલ નાઈટમાં કલાકારો બોલીવુડના પ્‍લેબેક સિંગર દેવયાની બેન્‍દ્ર્રે, ગોવિંદ મિશ્રા, બંકીમ પાઠક, અલીફિયા શેટ્ટી, મોહસીન શેખ, મેલોડી કલર્સનાં મન્‍સુરભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત ઓરકેસ્‍ટ્રાᅠ અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્‍તુત કરશે.

કાર્યક્રમ માં પ્રમુખ સ્‍થાન વજુભાઈ વાળા (પુર્વ. ગવર્નર કર્ણાટક રાજય) અને ઉદઘાટક વિજયભાઈ રૂપાણી (પુર્વ. મુખ્‍યમંત્રી, ગુજરાત રાજય) મુખ્‍ય અતિથી વિશેષ રામભાઇ મોકરીયા, (સાંસદ સભ્‍ય) તથા બ્રીજેશ ઝા (રાજકોટ શહેર પોલીસ કમિશનર) મુખ્‍ય મહેમાન માં અરવિંદભાઈ પટેલ (ફિલ્‍ડ માર્શલ ગ્રુપ), યોગેશભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), ગોવિંદભાઈ પટેલ (પુર્વ ધારાસભ્‍ય), રાકેશભાઈ પોપટ (આર.ડી. એજયુકેશન ટ્રસ્‍ટ), શૈલેષભાઈ પાબારી (શ્રીનાથજી સ્‍કોડા શોરૂમ), નિતીનભાઈ ભારદ્રાજ (ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી), માંધાતાસિંહ જાડેજા (રાજકોટ રાજવી પરીવાર), શિવલાલભાઈ આદ્રોજા (એન્‍જલ પમ્‍પસ પ્રા.લી.), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્‍ય, રાજકોટ), મોહનભાઈ કુંડારીયા (માજી. સંસદસભ્‍ય - રાજકોટ), ધનરાજભાઈ જેઠાણી (ચેરમેન, ધનરાજ ગ્રુપ), જગદીશભાઈ ડોબરિયા (જે.પી. સ્‍ટ્રક્‍ચરર્સ પ્રા.લી.), બિપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), હેતલભાઈ રાજયગુરુ (એચ.પી. રાજયગુરુ કુ.), પ્રભુદાસભાઈ પારેખ (શિલ્‍પા લાઈફ સ્‍ટાઈલ), રમેશભાઈ જીવાણી (રધુવીર કોટન મીલ)  ઉપસ્‍થિત રહેશે.

કલાસીક નેટવર્ક પ્રા.લી. ચેરમેન ઘનશ્‍યામભાઈ મારડીયા, સીતેષભાઈ ત્રાંબડીયા, સનફોર્જ પ્રા.લી. ચેરમેન નાથાભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયાનો સહયોગ મળેલ છે.

કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્‍મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, ઘનશ્‍યામભાઈ મારડીયા, સીતેષભાઈ ત્રાંબડીયા, નાથાભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયા ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:51 PM IST)