<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

સરગમના લોકડાયરામાં લોકસાહિત્‍યનો દરિયો ઘૂઘવ્‍યો

રાજકોટઃ સરગમ કલબ, જે.પી. સ્‍ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્‍ત ઉપક્રમે ડી.એચ. કોલેજ ખાતે યોજાયેલા લોકડાયરામાં શ્રેષ્ઠ લોક કલાકારોએ જમાવટ કરી દીધી હતી. આ   લોકડાયરા સમયે મેઘરાજા સરગમ ક્‍લબ ઉપર મહેરબાન થયા હોય તે રીતે આજુબાજુમાં બધે વરસાદ હતો પરંતુ જયાં ડાયરો યોજાયો હતો તે ડીએચ કોલેજનું મેદાન કોરું રહ્યું હતું અને લોકોએ નિર્વિઘ્‍ને લોકડાયરો માણ્‍યો હતો. જાહેર જનતા માટે વિનામૂલ્‍યે યોજાયેલા આ લોકડાયરામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, અભેસિંહ રાઠોડ, બિહારીભાઇ ગઢવી, રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા અને અપેક્ષાબેન પંડ્‍યાએ પોતાની કલા પીરસી હતી. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્‍ય પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ કર્યું હતું.ᅠ આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલ. નંદલાલભાઈ માંડવીયા, મનસુખભાઈ સાવલિયા, ગોપાલ નમકીનવાળા પ્રફુલભાઈ હદવાણી, કમલેશભાઈ મિરાણી, ઘનશ્‍યામભાઈ હેરભા, મયુરભાઈ ડોબરીયા,સુરેશભાઇ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા (વાવડી), અમીતભાઈ રોકડ, દિનેશભાઇ અમૃતિયા, પ્ર્‌તાપભાઈ પટેલ, ગીરધરભાઈ દોંગા, વિજયભાઇ વાંક, દિલીપભાઇ શેઠ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળᅠ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્‍મિતભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી, તેમજ જયસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, જગદીશભાઇ કિયાડા, કૌશિકભાઈ વ્‍યાસ, ઘનશ્‍યામભાઈ પરસાણા,  જયપાલસિંહ ઝાલા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:53 PM IST)