<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ફેસબુકમાં જાહેરાત વાંચી ટુ-વ્‍હીલર ખરીદવાના બહાને ઠગાઇ કરનાર હિતેષ બાંભણીયા પકડાયો

તાલુકા પોલીસના હેડકોન્‍સ હરપાલસિંહ જાડેજા અને બળભદ્રસિંહ જાડેજાની બાતમીઃ નવા દોઢસો ફુટ રોડ પરસાણા ચોક પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા.૧૭: ફેસબુકમાં જાહેરાત જોઇને એકસેસ ખરીદ કરવાના બહાને ‘એકસેસનો આંટો મારીને આવુ છુ' કહી યુવાનનું એકસેસ લઇ ગયા બાદ પરત ન આવતા છેતરપીંડી આચરનાર શખ્‍સને તાલુકા પોલીસે નવા દોઢસો ફુટ રોડ પરસાણા ચોક પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્‍લમ કવાર્ટરમાં રહેતા દિવ્‍યેશ કેશાભાઇ સોલંકીએ ત્રણ મહિના પહેલા પોતાનું એકસેસ વેંચવા માટે તેણે ફેસબુકમાં એકસેસ વેંચવાનું છે તેવી જાહેરાત મુકી હતી. આ જાહેરાત જોઇ એક શખ્‍સે ફોન કરી ‘‘પોતાને એકસેસ લેવુ છે' કહી જોવા માટે દિવ્‍યેશભાઇને કે.કે.વી. હોલ ચોક પાસે બોલાવ્‍યો હતો. દિવ્‍યેશ એકસેસ બતાવવા માટે કે.કે.વી. હોલ ચોક પાસે રીબોકના શો રૂમ સામે પહોંચતા ત્‍યાં એકસેસ જોવા માટે આવેલ હિતેષ ત્‍યાં ઉભો હતો. બાદ હિતેષે એકસેસ જોયા બાદ મારે એકસેસ લેવુ છે. આંટો મારતો આવુ' તેમ કહી હિતેષ એકસેસ લઇને જતો રહયો હતો. હિતેષ પરત ન આવતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની દિવ્‍યેશને ખબર પડતા તેણે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.આર. ભરવાડ તથા સ્‍ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથધરી હતી. દરમ્‍યાન એક શખ્‍સ નવા દોઢસો ફુટ રીંગરોડ પર નંબર વગરનું સફેદ કલરનું એકસેસ લઇને નીકળ્‍યો હોવાની હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા અને કોન્‍સ.બલભદ્રસિંહ જાડેજાને બાતમી  મળતા નવા દોઢસો ફુટ રોડ પરસાણા ચોક પાસેથી હિતેષ રામસીંગભાઇ બાંભણીયા (ઉ.વ.૩૪) (રહે.શાપર-વેરાવળ રેફયુજ ગેઇટની બાજુમાં ભાડે મુળ આણંદપર)ને છેતરપીંડીથી મેળવેલા એકસેસ સાથે પકડી લીધો હતો.

 આ કામગીરી પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.આર. ભરવાડ, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્‍સ.મયુરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, નિકુંજભાઇ મારવીયા, મહાવિરસિંહ જાડેજા, જુગલભાઇ કથીરીયા અને બલભદ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી

(4:05 PM IST)