News of Friday, 18th October 2024
પૂર્વ વિસ્તારના મામલતદાર - સર્કલ ઓફિસરની હેટ્રીક : બેંકની બાકી પ્રશ્ને વધુ એક મકાન કબ્જે
નાગરિક બેંકની ૨ લાખ ૭૧ હજારની બાકી બોલતી હતી : વધુ ૩ને નોટીસો

રાજકોટ તા. ૧૮ : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ની સિક્યુરાઈઝેશન એક્ટ અંતર્ગત રાજકોટના સીટી સર્વે વોર્ડ નં-૧૩, સીટી સર્વે નં-૮૦૧ ની જમીન ચોરસ મીટર આશરે ૫૨.૪૯ સહિતના ઉભા ઈમલા ઈમારત વાળા મકાન ના કબજા માટે તારીખ ૨૦/૯/૨૦૨૪ ના રોજ નોટિસ કાઢવામાં આવી હતી.
ત્યારબાદ ગઇકાલે મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા મિલકતનો કબજો લઈ બેંકના અધિકૃત અધિકારીને સોંપી દેવામાં આવ્યો હતો.
આસામીઓએ બેંકની બાકી ૨ લાખ ૭૧ હજાર જેવી રકમ નહી ભરતા બેડીપરા વિસ્તારમાં મામલતદાર તંત્રે કાર્યવાહી કરી મકાનનો કબ્જો લઇ સીલ મારી બેંકને સોંપી દિધો હતો અને કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.
(12:03 PM IST)










