<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

પ્રિન્‍ટીંગ સહિત આકર્ષક બ્રાન્‍ડીંગ મટીરીયલ્‍સ સંદર્ભે એપી એડસનો સુપર્બ સહયોગ

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪માં

રાજકોટ તા. ૧૮ :.. વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા નવરાત્રી મહોત્‍સવ નિમિતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'નું ભવ્‍ય-ધમાકેદાર-જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં તમામ પ્રિન્‍ટીંગ સહિત આકર્ષક બ્રાન્‍ડીંગ મટીરીયલ્‍સ જેવા કે ઇન્‍વીટેશન કાર્ડ,વીઝીટર પાસ, ડેઇલી પાસ,ે સીઝન પાસ, ફલેક્ષ બેનર, હોર્ડીંગ્‍સ, વી.આઇ.પી. પાસ, હોદ્‌્‌ેદારોના બેઇઝ વિગેરેને તૈયાર કરવામાં એપી એડસ રાજકોટનો સુપર્બ સહયોગ પ્રાપ્ત થયો હતો. શ્રી દિપકભાઇ કાનાબારના સફળ નેતૃત્‍વ હેઠળ શ્રી હિતેષભાઇ ખખ્‍ખર, જતીનભાઇ શાહ, નિરવભાઇ શેઠ સહિતની સક્ષમ ટીમ એપી એડસના બેનર હેઠળ સતત કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપી એડસ, રાજકોટ દ્વારા તમામ પ્રકારના પ્રિન્‍ટીંગ, એડવર્ટાઇઝીંગ, બ્રાન્‍ડીંગ કન્‍સલટન્‍સી, ઓનલાઇન ડીજીટલ માર્કેટીંગ, રીયલ એસ્‍ટેટ ક્ષેત્રે  સમયને અનુરૂપ આધુનિક બ્રાન્‍ડીંગ સહિતના આયામો ઉપર સફળતાપૂર્વક કાર્ય થઇ રહ્યું છે.

(2:32 PM IST)