News of Friday, 18th October 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવના વિજેતાઓને અધ...ધ...ધ.. લાખેણા ઇનામો
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત : *અકિલા-લોહાણા મહાજન કિંગ ચિરાગ કોટક તથા કવીન મૌલી ચંદારાણાને રપ-રપ ગ્રામ (અઢી-અઢી તોલા) સોનું મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયુ *કીડઝમાં ફર્સ્ટ પ્રિન્સ વેદાંત જીમુલીયા તથા ફર્સ્ટ પ્રિન્સેસ હરી ઉનડકટને ૪૩ ઇંચ એલઇડી ટીવી અપાયા :હીરો એકસ્ટ્રીમ બાઇક, હોન્ડા, ડીઓ સ્કુટર, ૧૦ ગ્રામ અને પ ગ્રામ ગોલ્ડ, ૩ર ઇંચ એલઇડી ટીવી, સાઉન્ડ બાર સહિતના લાખેણા ઇનામો મહાનુભાવો -સ્પોન્સર્સ -રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી કારોબારી પ્રમુખ ટ્રસ્ટીઓના હસ્તે આપવામાં આવ્યા : કુલ ૮૦ ગ્રામ (આઠ તોલા) ગોલ્ડ અપાયું :અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી આદરણીય કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ-માર્ગદર્શન સાથે રાજકોટ લોહાણા મહાજન સમાજ ઉત્કર્ષના વિવિધ કાર્યો અવિરતપણે-સફળતાપૂર્વક કરી રહ્યું છે : રાજુભાઇ પોબારૂ ;‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ'માં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ અસામાન્ય અમૂલ્ય રહ્યા : ડો. નિશાંતભાઇ ચોટાઇ :રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી, પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા અભૂતપૂર્વ-અવિસ્મરણીય રાસોત્સવ સંપન્ન

અકિલા-લોહાણા મહાજન રાસોત્સવના વિજેતાઓને અધ...ધ...ધ.. લાખેણા ઇનામો : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત : રાજકોટ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪' ના મેગા ફાઇનલમાં વિજેતાઓને અધ...ધ...ધ... લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. ‘અકિલા-લોહાણા મહાજન કિંગ-ર૦ર૪' ચિરાગ કોટકને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટીઓના હસ્તે રપ ગ્રામ ગોલ્ડ આપવામાં આવ્યું હતું. ‘અકિલા લોહાણા મહાજન કવીન-ર૦ર૪' મૌલી ચંદારાણાને શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રી વિમલભાઇ ગોટેચા અને શ્રીમતિ હીનાબેન વિમલભાઇ ગોટેચાના હસ્તે રપ ગ્રામ (અઢી તોલા) ગોલ્ડ આપવામાં આવ્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. ફર્સ્ટ કીડઝ પ્રિન્સ વેદાંત જીમુલીયાને ડો. વિશાલભાઇ માંગરોલીયાના હસ્તે ૪૩ ઇંચ એલઇડીટીવી તથા ફર્સ્ટ કીડઝ પ્રિન્સેસ હીર ઉનડકટને ડો. મિહિરભાઇ તન્નાના હસ્તે ૪૩ ઇંચ એલઇડી ટીવી અર્પણ કરવામાં આવ્યું હતું. સેકન્ડ પ્રિન્સ વિજેતા યુગ નથવાણીને શ્રી અમિતભાઇ રૂપારેલીય, લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇના હસ્તે હીરો એકસટ્રીમ બાઇક આપવામાં આવ્યું હતું. થર્ડ પ્રિન્સ વિજેતા શીવાંગ, રૂપારેલીયાને ૧૦ ગ્રામ ગોલ્ડ અર્પણ કરતા શ્રી કિશોરભાઇ કોટક, શ્રીમતિ પ્રવિણાબેન કિશોરભાઇ કોટક અને શ્રી હિરેનભાઇ ખખ્ખર દૃશ્યમાન થાય છે. ચોથા નંબરે પ્રિન્સ વિજેતા રોનક સેજપાલને વિમલભાઇ ગોટેચા, શ્રીમતિ હીનાબેન વિમલભાઇ ગોટેચા, ડો. પરાગભાઇ દેવાણી અને શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણી હસ્તે પ ગ્રામ ગોલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. તથા પાંચમા નંબરે પ્રિન્સ વિજેતા ચેતન અનડકટને ૩ર ઇંચનું એલઇડી ટીવી અર્પણ કરતા એડવોકેટ શ્યામભાઇ સોનપાલ તસ્વીરમાં નજરે પડે છે. સેકન્ડ પ્રિન્સેસ વિજેતા ફલોરેન્સ ભીમાણીને શ્રી મુકેશભાઇ પાબારીએ ડીઓ સ્કુટર અર્પણ કર્યુ હતું તથા થર્ડ પ્રિન્સેસ વિજેતા વાણી સેજપાલને શ્રી કિશોરભાઇ કોટક, શ્રીમતિ પ્રવિણાબેન કિશોરભાઇ કોટક અને શ્રી હિતેનભાઇ દક્ષિણી પારેખના હસ્તે ૧૦ ગ્રામ ગોલ્ડ અર્પણ કરાયું હતું. ચોથા નંબરે વિજેતા પ્રિન્સેસ પૂજા કોટેચાનું પ ગ્રામ ગોલ્ડશ્રી હિરેનભાઇ ખખ્ખરના હસ્તે અને પાંચમા નંબરે વિજેતા પ્રિન્સેસ સેજલ રાયઠઠ્ઠાને ૩ર ઈંચ એલઇડી ટીવી શ્રી પરેશભાઇ વાઘાણીના હસ્તે અપાયું હતું. સેકન્ડ કીડઝ પ્રિન્સ વિજેતા મીરાજ કેશરીયાને શ્રી જયંતભાઇ સેજપાલ અને શ્રીમતિ રત્નાબેન જયંતભાઇ સેજપાલના હસ્તે ૩ર ઇંચ એલઇડી ટીવી તથા થર્ડ કીડઝ પ્રિન્સ વિજેતા માનીત સોમૈયાને ડો. ચેતનભાઇ હિન્ડોચા અને એડવોકેટ મનિષભાઇ ખખ્ખરના હસ્તે સાઉન્ડ બાર આપવામાં આવ્યું હતું. સેકન્ડ કીડઝ પ્રિન્સેસ વિજેતા તુલસી સેજપાલને શ્રીમતિ રીટાબેન ભુપેન્દ્રભાઇ કોટક અને શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયાના હસ્તે ૩ર ઇંચ એલઇડી ટીવી અર્પણ કરવામાં આવ્યું હતું તથા થર્ડ કીડઝ પ્રિન્સેસ ખુશી મજેઠીયાને શ્રી ધવલભાઇ ખખ્ખર અને શ્રીમતિ અલ્પાબેન રામભાઇ બચ્છાના હસ્તે સાઉન્ડબાર અર્પ કરવામાં આવ્યું હતુ જે તસ્વીરમાં જોઇ શકાય છે. ‘અકિલા લોહાણા મહાજન કિંગ-ર૦ર૪' ચિરાગ કોટક તથા ‘અકિલા લોહાણા મહાજન કવીન-ર૦ર૪' મૌલી ચંદારાણાએ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સાથે યાદગીરીરૂપ ફોટોસેશન કરાવ્યું હતું જે જોઇ શકાય છે. ઇન્સેટ તસ્વીરમાં શ્રી રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટક, ચિરાગ કોટક અને મૌલી ચંદારાણા નજરે પડે છે. હીરો એકસટ્રીમ બાઇક સાથે યુગ નથવાણી તથા ડીઓ સ્કુટર સાથે ફલોરેન્સ ભીમાણી પણ દૃશ્યમાન થાય છે.
રાજકોટ, તા. ૧૮ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાવમાં આવી છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'નું ભવ્ય -જાજરમાન-અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમ્યાન ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં હજ્જારો ખેલૈયાઓએ રંગબેરંગી પોશાક-ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ-ગરબાની ભારે રમઝટ બોલાવી હતી અને મન મુકીને થીરકયા હતા.
અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં પૂરતી સલામતી સાથે સંપૂર્ણ પારિવારિક વાતવારણમાં હજ્જારો રઘુવંશીઓ થનગનાટ સાથે સોળે કળાએ ખીલ્યા હતા. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના આકર્ષક ઇનામો વિજેતાઓએ રોજેરોજ મેળવ્યા હતા. ‘અકિલા લાઇવ'ના માધ્યમથી વિશ્વના લાખો લોકોએ ભવ્ય-જાજરમાન રાસોત્સવને ઘરબેઠા પણ માણ્યો હતો.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર હૂંફ પ્રાપ્ત થયા હતા.
ફાઇનલ વિજેતા બનવા માટે પણ ખેલૈયાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં મેગા ફાઇનલના વિજેતાઓને અધ...ધ...ધ... ઇનામો આપવામાં આવ્યા હતા. ‘અકિલા-લોહાણા મહાજન કિંગ-ર૦ર૪' ચિરાગ કોટક તથા ‘અકિલા-લોહાણા મહાજન કવીન-ર૦ર૪' મૌલી ચંદારાણા ને રપ-રપ ગ્રામ (અઢી -અઢી તોલા) ગોલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. ચિરાગ કોટકને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ ના હસ્તે ગોલ્ડ આપવામાં આવ્યું હતું. મૌલી ચંદારાણાને શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રી વિમલભાઇ ગોટેચા તથા શ્રીમતિ હીનાબેન વિમલભાઇ ગોટેચાના હસ્તે ગોલ્ડ આપવામાં આવ્યું હતું.
કીડઝમાં ફર્સ્ટ પ્રિન્સ વેદાંત જીમુલીયાને એશીયન હોસ્પિટલના ડો. વિશાલભાઇ માંગરોલીયાના હસ્તે પ૩ ઇંચ એલઇડી ટીવી અપાયું હતું. અને કીડઝમાં ફર્સ્ટ પ્રિન્સેસ હીર ઉનડકટને ઓલમ્પસ હોસ્પિટલના ચેરમેન ડો. મિહિરભાઇ તન્નાના હસ્તે પ૩ ઇંચ એલઇડી ટીવી અર્પણ કરવામાં આવ્યું હતું. કીડઝમાં સેકન્ડ પ્રિન્સ મીરાજ કેશરીયાને જય સીતારામ પેંડાવાલા ગ્રુપના શ્રી જયંતભાઇ સેજપાલ અને શ્રીમતિ રત્નાબેન જયંતભાઇ સેજપાલના હસ્તે ૩ર ઇંચ એલઇડી ટીવી અપાયું હતું. કીડઝમાં સેકન્ડ પ્રિન્સેસ તુલસી સેજપાલને રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટક અને મહિલા સમિતિના અધ્યક્ષ શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયાના હસ્તે ૩ર ઇંચ એલઇડી ટીવી આપવામાં આવ્યું હતું. કીડઝમાં થર્ડ વિનાર પ્રિન્સ માનીત સોમૈયાને રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો. ચેતનાભાઇ હિન્ડોચા અને એડવોકેટ મનિષભાઇ ખખ્ખરના હસ્તે સાઉન્ડ બાર આપવામાં આવ્યું હતું, જયારે કીડઝમાં થર્ડ વિનર પ્રિન્સેસ ખુશી મજેઠીયાને રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી ધવલભાઇ ખખ્ખર અને શ્રીમતિ અલ્પાબેન રામભાઇ બચ્છાના હસ્તે સાઉન્ડબાર અર્પણ કરવામાં આવ્યું હતું.
વિજેતાઓમાં સેકન્ડ પ્રિન્સ યુગ નથવાણીને જવેલદીપ જવેલર્સના ઓનરશ્રી અમિતભાઇ રૂપારેલીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇના હસ્તે હીરો એકસ્ટ્રીમ બાઇક અર્પણ કરવામાં આવ્યું હતું. થર્ડ પ્રિન્સ શીવાંગ રૂપારેલીયાને મેજેસ્ટીક ગ્રૃપના શ્રી કિશોરભાઇ કોટક, શ્રીમતિ પ્રવિણાબેન કિશોરભાઇ કોટક, અને શ્રી હિરેનભાઇ ખખ્ખરના હસ્તે ૧૦ ગ્રામ ગોલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. ચોથા નંબરે પ્રિન્સે વિજેતા રોનક સેજપાલને શ્રી વિમલભાઇ ગોટેચા, શ્રીમતિ હીનાબેન વિમલભાઇ ગોટેચા, રાજકોટ લોહાાણા મહાજનના ટ્રસ્ટી ડો. પરાગભાઇ દેવાણી અને શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણીના હસ્તે પ ગ્રામ ગોલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. પાંચમા નંબરે પ્રિન્સ વિજેતા ચેતન અનડકટને રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી એડવોકેટ શ્યામલભાઇ સોનપાલના હસ્તે ૩ર ઇંચ એલઇડી ટીવી અર્પણ કરાયું હતું.
સેકન્ડ પ્રિન્સેસ વિજેતા ફલોરેન્સ ભીમાણીને રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી મુકેશભાઇ પાબારીના હસ્તે ડીઓ સ્કુટર આપવામાં આવ્યું હતું. થર્ડ પ્રિન્સેસ વિજેતા વાણી સેજપાલને રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી કિશોરભાઇ કોટક, શ્રીમતિ પ્રવિણાબેન કિશોરભાઇ કોટક અને શ્રી હિતેનભાઇ દક્ષિણી-પારેખના હસ્તે ૧૦ ગ્રામ ગોલ્ડ અર્પણ કરાયું હતું. ચોથા નંબરે વિજેતા પ્રિન્સેસ, પૂજા કોટેચાને રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખરના હસ્તે પ ગ્રામ ગોલ્ડ આપવામાં આવ્યું હતું. જયારે પાંચમા નંબરે વિજેતા પ્રિન્સેસ સેજલ રાયઠઠ્ઠાને વાધાણી શેર્સ એન્ડ સિકયુરીટીઝના શ્રી પરેશભાઇ વાઘાણીના હસ્તે ૩ર ઇંચ એલઇડી ટીવી અર્પણ કરવામાં આવ્યું હતું.
મેગા ફાઇનલમાં વિજેતાઓને ૧૬ લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં કુલ ૮૦ ગ્રામ (૮ તોલા) ગોલ્ડ આપવામાં આવ્યું હતું. ૪૦ ગ્રામ ગોલ્ડ ગણાત્રા પરિવાર રાજકોટ, ૩૦ ગ્રામ ગોલ્ડશ્રી ઘનશ્યામભાઇ જોબનપુત્રા પરિવાર આફ્રિકા તથા ૧૦ ગ્રામ ગ્રોલ્ડ મેજેસ્ટીક ગ્રુપ રાજકોટ તરફથી સ્પોન્સર કરવામાં આવ્યું હતું.
‘અકિલા-લોહાણા મહાજન કિંગ-ર૦ર૪' ચિરાગ કોટક અને ‘અકિલા-લોહાણા મહાજન કવીન -ર૦ર૪' મૌલી ચંદારાણાએ પોતાના પ્રતિભાવો દરમ્યાન સુખદ અનુભવો વર્ણવ્યા હતા અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ- ટીમના અવિસ્મરણીય આયોજનને બિરદાવીને રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.
ઇનામ વિતરણ કાર્યક્રમ દરમ્યાન અધ્યક્ષશ્રીએ ઉદ્્બોધન કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી આદરણીય શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ-માર્ગદર્શન સાથે રાજકોટ -લોહાણા મહાજન સમાજ ઉત્કર્ષના વિવિધ સેવાકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, તબીબી સહિતના કાર્યો અવિતરપણે-સફળતાપૂર્વક કરી રહ્યુ઼ છે. રઘુવંશી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચીને લોકસેવાના કાર્યો કરવા માટે રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ સદાય તત્પર હોવાનું પણ શ્રી રાજુભાઇ પોબારૂએ અંતમાં જણાવ્યું હતું.
ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન દરમ્યાન રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું કે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪' ની અભૂતપૂર્વ સફળતામાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાને સિંહફાળો છે. શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર હુંફ અસામાન્ય-અમૂલ્ય રહ્યા છે તેવું પણ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું. રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ રઘુવંશી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે વધુમાં વધુ ઉપયોગી કાર્યો થઇ શકે તે માટે સતત પ્રયત્નશીલ છે અને રહેશે તેવું પણ ડો. નિશાંતભાઇ ચોટાઇએ અંતમાં જણાવ્યું હતું. તેઓએ રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ આજીવન પ્રમુખ અને વિશ્વ લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ સ્વ. શેઠશ્રી જયંતિભાઇ કુંડલીયાને પણ યાદ કર્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમના અંતે આભારવિધિ રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટકે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો. પરાગભાઇ દેવાણીએ કર્યુ હતું.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી હતી.
(2:36 PM IST)










