<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

દિવાળી આવી ગઇ પરંતુ તુવેરદાળના ઠેકાણા નથી રાજકોટના ગોડાઉન પર પહોંચી પણ સેમ્‍પલ માટે મોકલાઇ

રીપોર્ટ કયારે આવશે તે હજુ નકકી નથીઃ દુકાનો ઉપર ર૧ તારીખે પહોંચે તેવી શકયતા... : આ વખતે તેલવાળી દાળ અપાશેઃ ગોડાઉનો પર પ૦ ને બદલે આ વખતે ૩૦ કિલોના પેકેટ આવ્‍યા...

રાજકોટ તા. ૧૮: દિપાવલીના તહેવારો આવી ગયા પરંતુ હજુ રાજકોટ શહેર-જીલ્લાની ૬પ૦ સસ્‍તા અનાજની દુકાનોના ૩ લાખ જેટલા બીપીએલ, અર્ત્‍યોદય,

કાર્ડ હોલ્‍ડરોની કુલ જન સંખ્‍યા ૧૧ લાખ લોકો દર મહિને અપાતી તુવેરદાળથી વંચિત છે, પુરવઠા તંત્રે ઘઉં-ચોખા-ખાંડ, વધારાની ખાંડ, ચણા, મીઠૂ અને તહેવાર સંદર્ભે ૧ લીટર કપાસીયા તેલ બધું ફાળવી દીધું, દુકાનો પર પહોંચી ગયું, કાર્ડ હોલ્‍ડરોને વિતરણ પણ થવા માંડયું, પરંતુ લાખો ગરીબો માટે અત્‍યંત મહત્‍વની એવી તુવેરદાળનું વિતરણ થયું નથી, દુકાનો પર આજની તારીખમાં પહોંચી નથી.

પુરવઠાના અધીકારી સૂત્રોએ ઉમેર્યું કે, રાજકોટ શહેર-જીલ્લાના નિગમના ગોડાઉનો પર પહોંચી ગઇ, પરંતુ સેમ્‍પલ માટે લેબોરેટરીમાં મોકલાઇ છે, આ સેમ્‍પલનો રીપોર્ટ હજુ આવ્‍યો નથી, અને કયારે આવશે તે નકકી નથી, જો ૧ થી ર દિ'માં આવી જાય તો ગોડાઉનો પરથી દૂકાનો ઉપર પહોંચતા ર૧મી તારીખ થઇ જશે તે પણ હકિકત છે, ટુંકમાં ગરીબો માટે કસ્‍તુરી સમાન અને પ૦ રૂપિયા કીલો લેખે અપાતી તુવેરદાળ હાલ કાર્ડ હોલ્‍ડરો માટે ‘‘ચાતક'' પક્ષી જેમ આકાશી વરસાદના ટીપાની રાહ જુએ તેમ બની ગઇ છે, આ વખતે લોકોને ડાયરેકટ તેલ વાળી દાળ આપવાનો નિર્ણય લેવાયો છે, ગોડાઉનો પર પ૦ ને બદલે આ વખતે ૩૦ કિલોનું પેકીંગ આવ્‍યું છે, તુવેરદાળ અંગે રાજયભરમાં સ્‍થિતિ મોટે ભાગે આવી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(2:40 PM IST)