<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

જાણીતા ધારાશાષાી અને બી.સી.આઇ.ના મેમ્‍બર દિલીપભાઇ પટેલ અને કલ્‍પેશ નસીતની નવી ઓફીસનો રવિવારે શુભારંભ

સમાજ શ્રેષ્‍ઠીઓ- રાજકીય અગ્રણીઓ સહિતના અગ્રણીઓને આમંત્રણ પાઠવાયા

રાજકોટઃ એડવોકેટ દિલીપભાઇ પટેલ અને કલ્‍પેશ નસીતની નવી ઓફીસનો રવિવારે પ્રારંભ થઇ રહયો છે ત્‍યારે તેઓએ આજે ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા, પત્રકાર નયનભાઇ વ્‍યાસ સાથે એડવોકેટ દિલીપભાઇ પટેલ, કલ્‍પેશ નસીત, નૈમિષ જોષી, અજય સોલંકી, અનિતાબેન રાજવંશી, એકતાબેન જોષી તથા સાહીલ નસીત નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૮: રાજકોટ શહેરના જાણીતા ધારાશાષાી અને રાજયસભાના સભ્‍ય સ્‍વ. અભય ભારદ્વાજના વર્ષો સુધી સાથે જોડાયેલ સાથીદાર એવા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન તથા બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયાના મેમ્‍બર, પૂર્વ પ્રદેશ ભા.જ.૫. લીગલ સેલના સહકન્‍વીનર અને પૂર્વ ભા.જ.૫.ના કોર્પોરેટર, વકિલોના નેતા એવા દીલીપ પટેલ સ્‍વ. અભય ભારદ્વાજના સાથીદાર અને જુનીયર કલ્‍પેશ નસીત દ્વારા તેમની નવી ઓફિસનું ઉદઘાટન રવિવારે તા.૨૦/૧૦/૨૦૨૪ ના સવારે ૯:૩૦ કલાકે ‘ધ સીટી સેન્‍ટર' ઓફિસ નં. ૪૧૭ અને ૪૧૮ (જુનુ આમ્રપાલી સીનેમા), રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્‍ય ઉદ્ધાટન રાખેલ છે. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણી ધારાશાષાીઓ વિગેરેને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આ ભવ્‍ય ઉદઘાટન પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી પ્રથમ નાગરીક મેયર, સંસદ સભ્‍યશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, કોર્પોરેટરો, જીલ્લા પંચાયતના પદાધીકારીશ્રીઓ તથા અગ્રણી હરોળના રાજકારણીઓ સાથે લેઉવા પટેલ ખોડલધામ સમાજના શ્રેષ્ઠી શ્રી નરેશભાઈ પટેલ તથા પટેલોની વિવિધ સંસ્‍થાના હોદ્દેદારો અને રાજકોટના નામાંકિત વેપારી અને શ્રેષ્ઠીઓને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

રાજકોટ શહેરના અગ્રણી હરોળના  ધારાશાષાીઓ તથા નોટરી સેલના નોટરીશ્રીઓ તથા રેવન્‍યુબાર એસો.ના ધારાશાષાીઓ તેમજ ક્રિમીનલ બા૨ના હોદાદારો અને સભ્‍યો, રાજકોટ બાર એસો.ના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો અને કારોબારી મેમ્‍બરો, મહિલા બારના વકિલશ્રીઓને આ શુભ પ્રસંગના સાક્ષી બનવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમજ રાજકોટ ડિસ્‍ટ્રીકટ કોર્ટના એ.જી.પી.શ્રીઓ તથા ટ્રાયલ કોર્ટના સરકારી વકિલશ્રીઓને પણ અગ્રણી ધારાશાષાી દીલીપ પટેલ અને કલ્‍પેશ નસીત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આ શુભ અવસરે નાનપણથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ધારાશાષાીશ્રી દીલીપ પટેલ અને કલ્‍પેશ નસીતે જુના ભાજપના કાર્યકર્તાઓ, જુના ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો, વોર્ડ ઈન્‍ચાર્જ, વોર્ડ પ્રમુખો, જુના ધારા સભ્‍યો, સાંસદ સભ્‍યો સહિતના જેમણે પણ ભા૨તીય જનતા પાર્ટીમાં યોગદાન આપેલ છે તે તમામ સમાજ શ્રેષ્ઠીને યાદ કરી આમંત્રણ પાઠવેલ છે.

આ ઉપરાંત અન્‍ય પક્ષે કોંગ્રેસ સહિતના સાથે જોડાયેલ સમાજ શ્રેષ્ઠીઓને પણ ઉદઘાટન પ્રસંગનુ આમંત્રણ પાઠવેલ છે. આ ઉદઘાટન પ્રસંગમાં ભાજપ, કોંગ્રેસ અને વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સમાજ સેવકો, આગેવાનો, વકીલો તમામ લોકોને આમંત્રણ પાઠવી ઉદઘાટનના ભવ્‍ય અવસરને દીપાવવા માટે ઉપસ્‍થિત રહે તે માટેના તમામ પ્રયત્‍નો, આમંત્રણ કાર્ડ, વોટ્‍સએપ અને પ્રિન્‍ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા વિગેરેના માઘ્‍યમોથી આમંત્રણ પાઠવી યાદગાર ઉદઘાટન બનાવવાનો શુભ પ્રયત્‍ન કરેલાનું એડવોકેટ ધારાશાષાી દીલીપ પટેલ અને કલ્‍પેશ નસીતે જણાવેલ છે.

અત્રે એ નોંધનીય છે કે, દિલીપ પટેલે આ પ્રસંગે એક દિવસ બહેનોને તેમના પ્રશ્‍નો માટે નિઃશુલ્‍ક સેવા તેમજ ભવિષ્‍યમાં મેરેજ બ્‍યુરોનું આયોજન કરવાનું જણાવેલ છે

(2:44 PM IST)