<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

શરદોત્‍સવઃ રવિવારે ૭ કવિઓ કવિરસ પિરસશે

કવિઓ ગૌરાંગ ઠાકર, ભાવેશ ભટ્ટ, કૃષ્‍ણ દવે, ભાવિન ગોપલાણી, માધવ આસ્‍તિક, ભરત વિજુડા અને ભાર્ગવ ઠાકર બ્રહ્મ સંગમ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમઃ કવિ પ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટ તા. ૧૮: ‘‘શરદોત્‍સવ'' એક કવિતામય સાંજ, બ્રહ્મસંગમ પ્રેરિત, રાજકોટના તમામ બ્રહ્મ પરિવારોના સંગઠન બ્રહ્મસંગમ દ્વારા ગુજરાતના ગૌરવ સમા કવિઓની કૃતિઓનું શાબ્‍દિક અમૃત પીરસાશે, જેને શહેરની સાહિત્‍યપ્રેમી જનતા તાળીઓના ગડગડાટથી ઝીલશે. તા. ર૦ ને રવિવારે ‘‘શરદોત્‍સવ'' નામે ગુજરાતી કવિઓનું ભવ્‍ય આયોજન હેમુગઢવી હોલ ખાતે રાત્રે ૮:૩૦ કલાકેથી થયેલ છે. સૌ કાવ્‍યપ્રેમીઓ માટે જાહેર આમંત્રણ સાથે કરાયું છે.

ગુજરાતની જનતાના કાળજા સમા, ગુજરાતી ભાષાના મોંઘા ઘરેણા તેમજ ભાષાને શણગારનાર અને કવિતામાં ધોધમાર વરસનાર કવિઓ શરદોત્‍સ્‍વ લઇને રાજકોટની કલાપ્રેમી જનતાને પીરસશે.

ઉલ્લેખનિય છે કે, બ્રહ્મસંગમ રાજકોટમાં વસ્‍તા સમગ્ર બ્રાહ્મણ પરિવારનું સંગઠન છે, બ્રહ્મસંગમ પ્રમુખ શ્રી ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂના માર્ગદર્શન હેઠળ સમાજ ઉપયોગી કાર્ય કરતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ કવિ સંમેલનને સફળ બનાવવા કવિ ભાર્ગવભાઇ ઠાકર, સંજયભાઇ પંડયા, રસિકભાઇ ભટ્ટ, શૈલેશભાઇ મહેતા, યજ્ઞેશભાઇ દવે, અક્ષયભાઇ ઉપાધ્યાય, કિંજલબેન જાષી, કિરણબેન જાષી જહેમત ઉઠાવી રહ્ના છે.  વધુ વિગતો માટે બ્રહ્મસંગમ સંસ્થાનો ફોન નં. ૦ર૮૧-ર૪૬૩ર૪૭ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:50 PM IST)