News of Friday, 18th October 2024
રતન તાતાને શ્રધ્ધાંજલી અર્પવા ગીરગંગા પરિવાર દ્વારા રવિવારે શોકસભા : કાયમી સ્મૃતિરૂપે સરોવરનું નિર્માણ કરાશે

રાજકોટ તા. ૧૮ : ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહાન ઉદ્યોગપતિ રતન તાતાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો એક કાર્યક્રમ તા. ૨૦ ના રવિવારે સાંજે ૪.૩૦ થી પ.૩૦ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, સુવર્ણભુમિ ચોક, કાલાવડ રોડ ખાતે યોજવામાં આવ્યો છે.
આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્યુ હતુ કે રતન તાતા દેશના મહાન ટોચના ઉદ્યોગપતિ અને દીર્ઘદ્રષ્ટા હતા. તેમની ચિરવિદાયથી દેશને મોટી ખોટ પડી છે. આવા મહામાનવને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ગીરગંગા પરિવારે રવિવારે શોકસભા યોજી છે. જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કરશે.
ઉપરાંત રતન તાતાની કાયમી સ્મૃતિ જળવાઇ રહે તે માટે ગીરગંગા પરિવાર દ્વારા દાતાઓના સહયોગથી ‘રતન તાતા સરોવર'નું નિર્માણ કરવા સંકલ્પ લેવાશે. આ નિર્માણ કાર્યમાં સમાજના નાના મોટા દરેક લોકો જોડાઇ શકે છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દીલીપભાઇ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઇ પટેલ, પ્રતાપભાઇ પટેલ, જમનભાઇ પટેલ ડેકોરા, વિરાભાઇ હુંબલ, રમેશભાઇ ઠકકર, રમેશભાઇ જેતાણી, સતીશભાઇ બેરા, મનીષભાઇ માયાણી, કિશોરભાઇ કાથરોટીયા, પ્રવિણભાઇ ભુવા, ગોપાલભાઇ બાલધા, અમુભાઇ ભારદીયા, ધીરૂભાઇ રામાણી, મયુરભાઇ દેસાઇ, પરેશભાઇ જોષી, ભરતભાઇ ભુવા, વસંતભાઇ લીંબાસીયા, ભરતભાઇ ગાજીપરા, વિઠલભાઇ બાલધા, અશોકભાઇ મોલિયા વગરે આ કાર્યમાં જોડાયા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગીરગંગા પરિવારના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:51 PM IST)










