<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

પાળીયાદમાં કાલથી બે દિવસ સહકાર ભારતીનું રાજ્‍ય કક્ષાનું અધિવેશન

રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ દિનાનાથજી ઠાકુરની ઉપસ્‍થિતિમાં બે દિવસ ભરચક કાર્યક્રમો : ડો. એન.ડી.શીલુ સંપાદીત સહકારી સ્‍મરણીકા ‘સહકાર જ્‍યોત'નું કરાશે વિમોચન : શનિવારે રાત્રે લોકડાયરો : જુદી જુદી સમિતિની રચના સાથે તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૧૮ : ભારતનું સહકારી ક્ષેત્રનુ સૌથી મોટુ સંગઠન સહકાર ભારતી દર ત્રણ વર્ષે દરેક પ્રાંતનાઅધિવેશન અને એક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરે છે. જેથી દેશના દરેક કાર્યકર્તાઓ મળી પોતાની વિશેષ ઉપલબ્‍ધિઓ અને અનુભવોનું વૃત આપે છે. ફળસ્‍વરૂપે સહકારી ક્ષેત્રનો સમાન અને શ્રેષ્ઠ બૌદ્ધિક વિકાસ થાય અને ‘‘સહકારથી સમૃદ્ધિ''નું નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વપ્‍ન સાકાર થાય.

સહકાર ભારતીનું ગુજરાતનુ પ્રદેશ કક્ષાનુ આ છઠુ અધિવેશન તા. ૧૯ અને ૨૦ શનિવાર અને રવિવારના રોજ બોટાદ જિલ્લાના પાળીયાદ મુકામે પૂ. વિસામણ બાપુની જગ્‍યામા યોજાનાર છે.

ᅠઆ અધિવેશનમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય ઉપાઘ્‍યક્ષ મા.દિનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી ઉદયજી જોષી, સંગઠન પ્રમુખ સંજયજી પાંચપોર, ગુજરાત પ્રદેશ અઘ્‍યક્ષ

કાંતીભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ બરોચીયા, સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે તથા પ્રાંત કાર્યાલય મંત્રી અને અધિવેશનના સંયોજક હરેશભાઈ બોરીસાગર ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે.

ᅠઅધિવેશનમાં ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંક ના અઘ્‍યક્ષ અજયભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા ભાવનગર ડિસ્‍ટ્રીકટ કો-ઓપ બેન્‍કના ચેરમેન  રસીકભાઈ ભીંગરાડીયા તથા બેન્‍ક નુ સમગ્ર બોર્ડ ઉપસ્‍થીત રહેશે.

પાળીયાદ જગ્‍યાના પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા તથા મુખ્‍ય વ્‍યવસ્‍થાપક ભયલુબાપુ ના વરદ હસ્‍તે દિપ પ્રાગટય કરી આશીર્વચન પાઠવશે.

અધિવેશનના ઉદ્‍ઘાટન સમારંભમાં, રાજકોટ મહાનગરના સહકાર ભારતી ના અધ્‍યક્ષ ડો.એન.ડી.શીલુ સંપાદિત સહકારી સ્‍મરણિકા ‘સહકાર જયોત'નુ વિમોચન સહકાર મંત્રી હસ્‍તે થનાર છે.

ᅠતા.૧૯ના શનીવારે રાત્રે લોક સાહિત્‍યનો મનોરંજનનો કાર્યક્રમ (ડાયરો) પણ આયોજીત કરાયો છે.

ᅠઅધિવેશનને સફળ બનાવવા જુદી જુદી સમિતિઓની રચના કરી સહકાર ભારતીના વિભાગ સંયોજક સવજીભાઈ શેખ, સહકાર ભારતી બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલ, અશોકભાઈ કિકાણી, હરિરામભાઈ દેશાણી, પ્રફુલભાઈ શેઠ, મયુરભાઈ ભાટી, દક્ષેશભાઈ સોની, નયનાબેન સરવેયા, નીપાબહેન મહેતા, કનુભાઈ ખાચર, તડામાર તૈયારીઓ કરી રહયા છે.

આ અધિવેશનમાં રાજકોટ મહાનગરના અધ્‍યક્ષ ડો. એન.ડી.શીલુ, ઉપાધ્‍યક્ષ નાથાભાઈ ટોળીયા, મહામંત્રી જયેશભાઈ સંઘાણી, કોસાધ્‍યક્ષ એડવોકેટ શ્રી અનિરૂધ્‍ધભાઈ નથવાણી, નિશાબેન પીલોજપરા, મહિલા સંયોજક, વિભાભાઈ મિયાત્રા પુરુષાર્થ ક્રેડિટિવ સોસાયટી, કુલદીપસિંહ જાડેજા શિવ શક્‍તિ શરાફી મંડળી, કુંદનબેન ભટ્ટ દક્ષિણ ઝોન મહિલા સંયોજક,  ગીરીરાજસિંહ જાડેજા પヘમિ ઝોનપ્રમુખ ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, હિન્‍દુભાઈ વાઘેલા પશ્ચિમ ઝોન મંત્રી દ્વારા લક્ષ્મી ધારાક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, શ્રી અનિરૂદ્ધભાઈ મિયાત્રા પヘમિ ઝોન ખજાનચી રાજ ખોડલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, જોરુભા ખાચર પヘમિ ઝોન કારોબારી સભ્‍ય સૂર્ય શક્‍તિ શરાફી મંડળી, પ્રદ્યુમનસિંહ જાડેજા ગ્રામ્‍ય ઝોન પ્રમુખ મવડી સહકારી મંડળી, જગદીશભાઈ ભંડેરી ગ્રામ્‍ય જૂન ઉપપ્રમુખ એચબીએસ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી જેનીશ ભાઈ સીનોજીયા, ગ્રામ્‍ય ઝોન મંત્રી અનક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, આશિષભાઈ પોપટાણી ગ્રામ્‍ય ઝોને ખજાનચી મોર લાઇક ક્રેડિટ સોસાયટી. મહેન્‍દ્રભાઈ ચોવટીયા શિવસાગર ક્રેડિટ સોસાયટી, રાહુલ ચોવટીયા શિવ જયોત ક્રેડિટસોસાયટી, કિર્તીભાઈ પટેલ હરિકૃષ્‍ણ ક્રેડિ.કો. સોસાયટી, વિનોદભાઈ વાઘેલા વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી,ᅠડો.એન.ડી.શીલુ ઉપસ્‍થિત રહેશે. તેમ જયેશભાઈ સંઘાણી (મો. ૯૪૨૮૨૦૦૫૨૦) મહામંત્રી સહકાર ભારતી ,રાજકોટ મહાનગરની યાદીમાં જણાવાયું છે.

(4:16 PM IST)