તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
યુવા રિસર્ચ કોન્ફરન્સમાં ૧૦૭ પેપર્સ રજુ થશે
ભારતીય શિક્ષણ મંડળ યુવા આયામ સોૈરાષ્ટ્ર પ્રાંત દ્વારા શોધપત્ર લેખન સ્પર્ધા સંપન્ન સંશોધન ક્ષેત્રને પ્રોત્સાહન આપતો માહોલ સર્જાયોઃ ૧૬૦ શોધાર્થીઓને પ્રમાણપત્ર અપાયાઃ તજજ્ઞોના સન્માન

રાજકોટ તા.૧૮: ભારતીય શિક્ષણ મંડળ યુવા આયામ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની શોધપત્ર લેખન સ્પર્ધાના ભાગ સ્વરૂપે Award Distribution Ceremony આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે આજરોજ દિ. ૧૩.૧૦.૨૪નાં રોજ સંપન્ન થઈ. જેમાં મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય કાર્યકારી અધ્યક્ષ અને મુંબઈ વિશ્વવિદ્યાલયનાં પૂર્વ કુલગુરુ ડો. સુહાસ પેડનેકરજી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત અખિલ ભારતીય ગુરુકુળ ગતિવિધિના પ્રમુખ ડો. દિપક કોઈરાલા તથા અખિલ ભારતીય મહિલા ગતિવિધિના પ્રમુખ અને બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયના કુલગુરુ ડો. અમીબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના પ્રેરક પૂ. શ્રી ત્યાગ વલ્લભ સ્વામી અને સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સુરેશજી નાહટા અસાથે ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારિણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સ્તરીય રિસર્ચ કોન્ફરન્સના સ્વરૂપમાં આયોજિત થયેલ આ કાર્યક્રમ આત્મીય યુનિવર્સિટી અને યુવા આયામ ભારતીય શિક્ષણ મંડળનાં સયુંકત તત્વધાનમાં આયોજિત થયો હતો. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉદ્ધાટન સત્ર, બાદ સમાંતર સત્રમાં આવેલા ૨૮૬ માંથી ૧૨૫ જેટલા શોધપત્રોની પ્રસ્તુતિ થઈ હતી. જેમાં યુવા શોધાર્થીઓએ વિકસિત ભારત માટે પોતાના વિચારો પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં દિલ્હી ખાતે આયોજિત થવા જઈ રહેલા રાષ્ટ્રીય યુવા રિસર્ચ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય સ્તરે ૧૦૭ લોકોની ભલામણ કરવામાં આવી હતી. જેમના રિસર્ચ પેપર રાષ્ટ્રીય સ્તરે રિવ્યૂ થશે. યુવા શોધાર્થીઓમાં SGT યુનિવર્સિટી,ગુરુગ્રામ ખાતે આગામી નવેમ્બર ૧૫ થી ૧૭ દરમ્યાન યોજવા જઇ રહેલા આ ભવ્ય શોધાર્થી સંમેલન માટે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ૨૯ જેટલા ઉત્કળષ્ટ રિસર્ચ પેપરને સ્મળતિચિન્હ પ્રદાન કરાયા. ઉપરાંત પસંદ થયેલા ૧૦૭ અને અન્ય રજૂ થયેલા ૧૬૦ જેટલા શોધર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. અગાઉ જમા થયેલા ૨૮૬ જેટલા રિસર્ચ પેપરને રિવ્યૂ કરનાર ગુજરાતના વિવિધ વિષયના ૫૫ જેટલા વિષય તજજ્ઞોને પણ તેમની સેવા બદલ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના યજમાન અને આત્મીય યુનિવર્સિટીના પ્રેરક પૂ. ત્યાગ વલ્લભ સ્વામીએ યુવાનોને માનવીય મૂલ્યો સાથે જીવન વ્યવહારને જોડવાની પ્રેરણા આપી હતી. અખિલ ભારતીય કાર્યકારી અધ્યક્ષ અને મુંબઈ વિશ્વવિદ્યાલયનાં પૂર્વ કુલગુરુ ડો. સુહાસ પેડનેકરજીએ The road to Viksit Bharat - Unleashing youth potential વિષય પર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. અખિલ ભારતીય મહિલા ગતિવિધિના પ્રમુખ અને બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયના કુલગુરુ ડો. અમીબેન ઉપાધ્યાયએ ‘‘વિકસિત ભારત કે સંદર્ભ મે વિવીભા'' વિષય પર ચિંતનશીલ વ્યાખ્યાન આપી યુવાનો ને દરેક ક્ષેત્રમાં નેતળત્વ લઇ ભારતને વિકસિત બનાવવા ઊર્જાવાન આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત અખિલ ભારતીય ગુરુકુળ ગતિવિધિના પ્રમુખ ડો. દિપક કોઈરાલાજીએ વિદ્વતા ત્યાગ ઔર પરાક્રમઃ ભારત કી પહેચાન વિષય પર વ્યાખ્યાન આપી સૌને પ્રેરિત કર્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સુરેશજીએ યુવા આયામ ભારતીય શિક્ષણ મંડળ સાથે જોડાઈ સંશોધન અને નવોન્મય વિચારો સાથે રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન માટે અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનવા પ્રાંત યુવા આયામ પ્રમુખ ડો. હરેશ બાંભણિયા અને આત્મીય યુનિવર્સિટીના સેન્ટર ફોર રિસર્ચના ડાયરેક્ટર ડો. આશિષ કોઠારીએ અથાગ પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત પ્રાંત કાર્યકારિણીનાં બીનાબેન દેત્રોજા, ડો.પરેશભાઈ ડોબરીયા, ડો.રંજનબેન ખૂંટ, ડો.પરેશ જોટંગીયા, ડો.નવિનભાઇ શાહ, ડો.રાહુલ બોરીસાગર, ડો.જગતભાઈ તેરૈયા, ડો.જયેશ ઠાકર, જયેશભાઈ તન્ના, ડો.નિર્મળસિંહ હેરમા ડો. જલ્પાબેન રાંક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા
(4:24 PM IST)










