<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રજપૂતપરાના વેપારી યુસુફભાઇ કપાસી ગૂમઃ પોલીસને જાણ કરવામાં આવી

રણછોડનગરમાં રહેતાં વેપારી આર્થિક ભીંસને કારણે દૂકાને ગયા બાદ ત્‍યાંથી ગાયબ થઇ ગયાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૮: શહેરના રણછોડનગરમાં રહેતાં અને રજપૂતપરામાં દૂકાન ધરાવતાં વ્‍હોરા વેપારી દૂકાનેથી ગૂમ થઇ જતાં પરિવારજનો, મિત્રો ચિંતામાં મુકાઇ ગયા છે. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે.

રણછોડનગર-૬ ગ્રીન સ્‍ટોન એપાર્ટમેન્‍ટમાં રહેતાં યુસુફભાઇ જાકીરહુશેન કપાસી (ઉ.વ.૪૫) રજપૂતપરા-૫માં મોમ્‍સ સન્‍સ નામે દૂકાન ધરાવે છે. ૧૬/૧૦ના રોજ તેઓ પોતાની દૂકાનેથી ગૂમ થઇ જતાં પરિવારજનોમાં ચિંતા વ્‍યાપી ગઇ છે. આ બનાવની જાણ તેમના ભાઇ કુતુબભાઇ જાકીરહુશેન કપાસીએ એ-ડિવીઝન પોલીસમાં કરતાં એએસઆઇ ભરતસિંહ ગોહિલે તપાસ શરૂ કરી છે. યુસુફભાઇ આર્થિક તકલીફમાં હોવાનું અને દેણુ થઇ ગયાનું પોલીસને જણાવાયું છે. તે પરિણીત છે. ગૂમ થયા ત્‍યારે કેસરી કલરનું ટી શર્ટ અને ડાર્ક બ્‍લુ કલરનું જીન્‍સ પહેર્યુ હતું. તસ્‍વીરમાં દેખાતા યુસુફભાઇ કોઇને જોવા મળે તો એ-ડિવીઝન પોલીસને જાણ કરવા જણાવાયું છે.

(3:20 PM IST)