<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રાજકોટ પુરવઠાની E-KYC યોજનાઃ ૧ લાખ ૮૦ હજાર કાર્ડ સંપૂર્ણ કરી લેવાયા

આજની તારીખમાં પ લાખ કાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરી લીધુઃ કુલ ૩૭ લાખથી વધુ કાર્ડ ધારકોઃ ૩ર લાખ ૭૭ હજાર બાકી :સૌથી વધુ જેતપુરમાં ૩૦૪૪૩ તો સૌથી ઓછા લોધીકા તાલુકામાં ૪૭૭ર કાર્ડ પૂર્ણ થયાઃ રાજકોટના ૧૭ લાખ લોકોમાંથી હજુ ર૯ હજારે અંગૂઠા માર્યા છે

રાજકોટ તા. ૧૮ :.. રાજયના પુરવઠા ખાતાએ તમામ પ્રકારના કાર્ડ હોલ્‍ડરો માટે અત્‍યંત મહત્‍વની એવી ઇ-કેવાયસી યોજના અમલમાં મૂકી છે, બીપીએલ, અત્‍યોંદય, NFSA, એપીએલ-૧, એપીએલ-ર, એમ દરેક પ્રકારના કાર્ડ હોલ્‍ડરોએ અને કાર્ડમાં  દર્શાવેલ કુટુંબના દરેક પરિવારના મેમ્‍બરોને આધારકાર્ડની ઝેરોક્ષ રજુ કરી અંગૂઠાનું નિશાન આપવુ ફરજીયાત છે, ભવિષ્‍યમાં રેશનીંગ કાર્ડની જગ્‍યાએ સ્‍માર્ટ કાર્ડ તથા સરકારની વિવિધ લાભકીય યોજના માટે આ ઇ-કેવાયસી હોવુ ફરજીયાત થઇ જશે.

રાજકોટ પુરવઠા તંત્રે આ માટે ઝૂંબેશ ઉપાડી છે, શહેર-જીલ્લામાં દરેક પુરવઠા ઝોનલ કચેરીએ બપોરે ૩ વાગ્‍યા બાદ ઇ-કેવાયસી અંગે કાર્ડ હોલ્‍ડરો માટે સ્‍લોટ ફાળવી દેવાયા છે, રાજકોટમાં પુરવઠાની ચારેય ઝોનલ કચેરીમાં બપોરે ૩ વાગ્‍યા બાદ આ કામગીરી કરવા ડીએસઓનો ખાસ આદેશ છે.

આજે પુરવઠા ખાતાના અધિકારી સુત્રોમાંથી મળેલ રીપોર્ટ મુજબ રાજકોટની ૪ ઝોનલ કચેરી અને દરેક તાલુકાની પુરવઠાની કચેરી થઇને કૂલ ૯ લાખ ૮૯ હજાર ૭૧૧ રેશનીંગ કાર્ડ નોંધાયેલ છે, જેની સંખ્‍યા ૩૭ લાખ ૭૯ હજાર અને ૪૩૮ થાય છે. આમાંથી હજુ ૧ લાખ ૮૦ હજાર અને ર૩૩ રેશનીંગ કાર્ડ સંપૂર્ણ ઇ-કેવાયસી થયા છે, જેમાં જન સંખ્‍યા પ લાખ અને ર હજારની થાય છે, ટૂંકમાં રાજકોટ શહેર-જીલ્લામાં પ લાખ લોકોએ ઇ-કેવાયસી કરાવી લીધુ છે, અંગૂઠાનું નિશાન આપી દિધુ છે.

સૌથી વધુ જેતપુરના ૩૦૪૪૩ રેશનીંગ કાર્ડ તો સૌથી ઓછા લોધીકા પંથકમાં ૪૭૭ર રેશનીંગ ઇ-કેવાયસી થયા છે. રાજકોટ શહેરના ચારેય ઝોનમાં જોઇએ કુલ ૧૭ લાખ કાર્ડ મેમ્‍બરોમાંથી હજુ ર૯ હજારે ઇ-કેવાયસી કરી અંગૂઠા મરાવ્‍યા છે. રાજકોટમાં ચારેય ઝોન થઇને પ લાખ કાર્ડ હોલ્‍ડરો છે. આજે તા. ૧૮-૧૦-ર૦ર૪ ના રીપોર્ટ મુજબ હજુ ૮ લાખથી વધુ રેશનીંગ કાર્ડ ઇ-કેવાયસીમાં પેન્‍ડીંગ છે, અને તેમાં જન સંખ્‍યા ૩ર લાખ ૭૭ હજારથી વધુ થવા જાય છે.

(4:25 PM IST)