News of Friday, 18th October 2024
રાજકોટ રેલ્વે યાર્ડમાં મેઇન્ટનન્સ દરમિયાન યાત્રાળુ કોચ ખડી પડયોઃ ફસાયેલા પ યાત્રાળુઓને બચાવી લેવાયા

સવારે ૧૦ વાગ્યે રેલ્વે કંટ્રોલરૂમમાં ઘટના અંગે મેસેજ આવ્યા બાદ રેલ્વે હોસ્પિટલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, એનડીઆરએફની ટીમો ધડાધડ ઘટનાસ્થળે પહોંચીઃ ડબ્બો કાપી યાત્રાળુઓને બચાવાયાઃ પાછળથી ઘટના મોકડ્રીલ હોવાનુ જાહેર કરાયુ
રાજકોટઃ યાત્રાળુ ટ્રેનનો કેટલોક જનરલ કોચ રેલ્વેયાર્ડની લાઈન નંબર એક ઉપર મેન્ટેનન્સ દરમિયાન ૧૦ ને ૭ મિનિટે ખડી પડયાનો રેલવે કંટ્રોલરૂમમાં મેસેજ આવતા દોડધામ મચી ગઇ હતી. રેલ્વે હોસ્પિટલનો સ્ટાફ, એમ્બ્યુલન્સ તેમજ શહેરની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ, રેલવેનો સ્ટાફ, એનડીઆરએફની ટીમ સ્થાનિક પ્રશાસન સેવા, કલેક્ટર, પોલીસ કમિશનરેટના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટ્રેનના ઇજાગ્રસ્ત પાંચ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંદર ફસાયેલા લોકોને ટ્રેનનો કોચ તોડી અને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં રેલવે વિભાગે બપોરે ૧૨ ને ૯ મિનિટે સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરતા સોૈના શ્વાસ હેઠા બેઠા હતા
(3:51 PM IST)










