News of Friday, 18th October 2024
દુર સંચાર કરાઓકે કલબ દ્વારા કાલે લાઇવ ઓરકેસ્ટ્રા સાથે સંગીતનો કાર્યક્રમ
‘એક બગલ મેં ચાંદ હોગા' શિર્ષક હેઠળ હિન્દી અને ગુજરાતી ગીતો રજુ થશેઃ સંગીત પ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટઃ ભારત સંચાર નિગમ લીમીટેડના રપ માં સ્થાપના દિવસની ઉજવણી નિમિતે બીએસએનએલના રાજકોટ તેમજ જામનગર જીલ્લાના જનરલ મેનેજર યોગેશકુમાર ભાસ્કર તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર અરવિંદ પરમાર દ્વારા પ્રેરીત દુરસંચાર કરાઓકે કલબ રાજકોટ દ્વારા શનિવારે હેમુ ગઢવી મીની થિયેટર ખાતે રાત્રે ૮.૩૦ કલાકે એક બગલ મે ચાંદ હોગા શિર્ષક હેઠળ હિન્દી અને ગુજરાતી સંગીતના સદાબહાર ગીતોનો બીપીન મકવાણાના લાઇવ ઓરકેસ્ટ્રા ટીમ સાથે કાર્યક્રમ યોજાનાર છે.
જેમાં સિંગરો અરવિંદ પરમાર, રાજેન્દ્ર સુમન, સંજય ઝાલા, નીરવ વાઘેલા, અમિત કંટેશીયા, ઉદય વિસાણી, જીગ્નેશ રાજપરા, અમૃત ટુંડીયા, શુભાશ ઝાલા, અંજના પરમાર, કિરણ ઝાલા, અનીલ રાઠોડ, દક્ષા રાઠોડ, ઉપરાંત ગેસ્ટ સીંગર્સ તરીકે હીના કોટડીયા, ધ્યાનવી શુકલ, ફાલ્ગુની જોશી ગીતો રજુ કરશે.
કાર્યક્રમના ઉદઘોષક ઉદયભાઇ વિસાણી જયારે આ ગીતોની રજુઆત થશે તે સમયે જ સાથે સાથે ઉન્નતી વિસાણી ડાન્સ પર્ફોમન્સ પણ રજુ કરવાના છે. સંગીત પ્રેમીઓને જાહેર આમંત્રણ અપાયું છે.
(3:53 PM IST)










