<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ગાંધીનગરમાં જાન્‍યુઆરીમાં ‘‘જીપીબીએસ બિઝનેસ એકસ્‍પો-ર૦રપ''

સરદારધામ દ્વારા આયોજન : ૧૬૦૦ થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્‍વ કરશે, દેશ-વિદેશમાંથી ૧૦ લાખથી વધુ લોકો એકસ્‍પોની મુલાકાત લેશે : આ અંતર્ગત રવિવારે રાજકોટમાં કાર્યક્રમ

 

 

રાજકોટઃ સરદારધામના નેજા હેઠળ ઓનિક્‍સ દ્વારા આયોજિત ૅજીપીબીએસ ૨૦૨પ દેશ કા એક્‍સ્‍પોનું આયોજન આગામી તારીખ ૯, ૧૦, ૧૧, ૧૨ જાન્‍યુઆરી, ૨૦૨૫ દરમિયાન હેલિપેડ એક્‍ઝિબિશન સેન્‍ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્‍ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્‍તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ યોગ્‍ય પ્‍લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ એક્‍સ્‍પોને અનુલક્ષીને રાજકોટ ખાતે ૨૦ ઓક્‍ટોબરના રોજ એક પ્રમોશનલ ઇવેન્‍ટ યોજાશે. પરેશભાઈ ગજેરા, જેન્‍તીભાઈ સરધારા, કૌશિકભાઈ રાબડીયા, સુભાષભાઈ ડોબરીયા અને જીતેન્‍દ્રભાઈ કથીરીયા ઉપસ્‍થિત રહેશે.

જાન્‍યુઆરી, ૨૦૨૫માં ૧,૦૦,૦૦૦ ૅ સ્‍કવેર મીટર એક્‍ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસનાં મહાકુંભ સમાન એક્‍સ્‍પોમાં ૧૬૦૦થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્‍વ કરશે. દેશ- વિદેશના મળીને ૧૦,૦૦,૦૦૦થી પણ વધુ લોકો આ એક્‍સ્‍પોની મુલાકાત લેશે.

‘જીપીબીએસ ૨૦૨૫ - દેશ કા એક્‍સ્‍પો'માં ખાસ કરીને નવા સ્‍ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે. એક્‍સ્‍પોની આ પાંચમી એડિશન છે. આ બિઝનેસ એક્‍સ્‍પોમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજનાં ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે. સમાજ નિર્માણથી રાષ્‍ટ્ર નિર્માણના સ્‍લોગન સાથે મિશન ૨૦૨૬ અંતર્ગત સરદાર ધામ દ્વારા ૨૦૧૮ થી જીપીબીએસએક્‍સ્‍પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્‍ટ્રનિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્‍ડિયાનું સ્‍વપ્ન સાકાર કરવાના ભાગરૂપે જીપીબીએસદેશ કા એક્‍સ્‍પો આયોજિત કરાય છે. આ એક્‍સ્‍પોમાં એફએમસીજી, સોલાર, એન્‍જીનીયરીંગ, બેન્‍કિંગ, એજ્‍યુકેશન એમ દરેક સેક્‍ટરના ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક્‍સ્‍પો થકી ઘણાં ઉદ્યોગોને વેગ મળશે તેની અમને સંપૂર્ણ આશા છે.આ બિઝનેસ ઍસ્‍કપો થકી દેશની જીડીપીમાં પણ વધારો થશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં જીપીબીએસના બિઝનેસ એક્‍સ્‍પોની શરૂઆત મહાત્‍મા મંદિર ખાતેથી થઇ હતી, ત્‍યારબાદ ૨૦૨૦ હેલિપેડ ગ્રાઉન્‍ડ- ગાંધીનગર ખાતે, ૨૦૨૨માં સરસાણા એક્‍ઝિબિશન સેન્‍ટર- સુરત ખાતે અને ૨૦૨૪માં નવા રિંગરોડ- રાજકોટ ખાતે પણ આ બિઝનેસ સમિટ યોજાઈ હતી.એક્‍સ્‍પોમાં દેશના ટોચના બિઝનેસ સ્‍પીકર અને મોટીવેશનલ સ્‍પીકર્સ પણ નવા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દેશ કા એક્‍સ્‍પોમાં વિવિધ દેશોના જુદા-જુદા ધંધાઓ સાથે સંકળાયેલા અનેક લોકો આ એક્‍સ્‍પોની મુલાકાત લેશે. જેને લઈને સમગ્ર ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર સ્‍થાન મળશે. આમ આ એક મલ્‍ટી કેટેગરી એક્‍સ્‍પો કહી શકાય.

ક્‍દેશ કા એક્‍સ્‍પોનું મુખ્‍ય લક્ષ્ય દેશના ઉદ્યોગો અને બ્રાન્‍ડ્‍સને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પહોચાડવાનું છે. જેનાથી ઉદ્યોગોમાં હરણફાળ ક્રાંતિ આવશે અને સર્વાંગી વિકાસ પણ થશે. દેશ- વિદેશના ઉદ્યોગપતિઓ, એક્‍ઝિબિટર્સ, ઇન્‍ટરનેશનલ એક્‍ચ્‍યુઅલ બાયર્સ અને મોટી સંખ્‍યામાં વિઝિટર્સને એકસાથે એક મંચ પર લાવી દરેક ભારતીય ગર્વ લઇ શકે તે પ્રકારનો આ એક્‍સ્‍પો છે. દેશના યુવાધન અને નવા સ્‍ટાર્ટઅપ ઉદ્યોગકારોને આ બિઝનેસ એક્‍સ્‍પો થકી સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે. ખાસ કરીને મહિલા સશક્‍તિકરણને પ્રોત્‍સાહન આપવા માટે મહિલાઓને પણઅહીં પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આમ, જીપીબીએસ એક એવું પ્‍લેટફોર્મ છે જ્‍યાં દરેક માટે એક ઉત્તમ તક રહેલી છે. હોવાનું જણાવાયુ

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સરદારધામના સર્વશ્રી જેન્‍તીભાઇ સરધારા ટ્રસ્‍ટી, સુભાષભાઇ ડોબરીયા, ટ્રસ્‍ટી, નાથાભાઇ  કમાણી, યતિનભાઇ રોડ, વિજયભાઇ સાંગાણી બિપીનભાઇ સાવલીયા, ભાવેશભાઇ હરસોડા નજરે પડે છે. જયારે નીચેની તસ્‍વીર પત્રકાર પરીષદની છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

કણકોટ ગામે સમસ્‍ત પાટીદાર સમાજના છાત્રો માટે હોસ્‍ટેલ બનશે :  ‘‘એક શામ સમસ્‍ત પાટીદાર સમાજ કે નામ'' લોકડાયરો : જેન્‍તીભાઇ સરધારા

રાજકોટ : સરદાર ધામના ટ્રસ્‍ટી જેન્‍તીભાઇ સરધારાએ  જણાવેલ કે કણકોટ ગામે લાભુભાઇ ત્રિવેદી કોલેજ સામે ૪ર હજાર વાર જગ્‍યામાં સમસ્‍ત પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્‍ટેલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ અંતર્ગત તા. ર૦ ના રવિવારે સાંજે ૬ વાગ્‍યાથી ‘‘એક શામ સમસ્‍ત પાટીદાર સમાજ કે નામ'' શિર્ષક હેઠળ લોકડાયરો યોજાએલ છે.

(3:57 PM IST)